કપડવંજ ખાતે તા. ૩૧ ઓગસ્ટના રોજ 

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કપડવંજ શહેર, તાલુકાના વિવિધ વિભાગના ૧૩૦ કરોડથી વધુના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કરશે.

મુખ્યમંત્રીના કપડવંજના પ્રવાસની તૈયારીના ભાગરૂપે આજે પ્રાંત કચેરી કપડવંજ ખાતે વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. જેમાં તેઓએ મુખ્યમંત્રી કપડવંજ, કઠલાલના વિવિધ વિભાગના રોડ રસ્તા, પાણી પુરવઠા, સિંચાઈ વગેરેના વિકાસના રૂપિયા ૧૩૦ કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તની માહિતી આપી હતી. તેઓએ કપડવંજ, કઠલાલના અધિકારીઓ સાથે પણ બેઠક કરી કાર્યક્રમની સમીક્ષા કરવા સાથે જરૂરી સુચનાઓ આપી હતી. મુખ્યમંત્રી તારીખ ૩૧ ઓગસ્ટના રોજ સાંજે ચાર કલાકે કપડવંજ કોલેજ ખાતે જંગી જાહેર સભાને સંબોધન પણ કરશે.

આ બેઠકમાં પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી, જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ, મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ,પ્રાંત અધિકારી ધર્મેશ મકવાણા, ડીવાયએસપી વી.એન. સોલંકી, મામલતદાર જય પટેલ, તાલુકા વિકાસ અધિકારી સરદારસિંહ નિસરાતા, ચીફ ઓફિસર સાવનકુમાર રતાણી,કપડવંજ પીડબ્લ્યુડીના નાયબ કાર્યપાલક ઇજનેર જીગર કડિયા, કેતન પરીખ,નગરપાલિકા પ્રમુખ મોનિકા પટેલ, દશરથભાઈ પટેલ નિલેશ પટેલ, વિવેક પટેલ, રાજેશભાઈ ઝાલા,પ્રવીણ સિંહ સોલંકી, જયેશ પટેલ, ધુળાભાઈ સોલંકી, આશિષ શાહ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.