કોવાયા ગામે આવેલ અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપની ના પેટાકોન્ટ્રાક્ટર પાસેથી ખંડણી માંગવાના આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડતી મરીન પીપાવાવ પો.સ્ટે.ની ટીમ.
ફરીયાદી અલ્ટ્રાટેક કંપનીના પેટા કોન્ટ્રાકટ થર્મો એન્જીન્યરમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા હોય
આ કામના આરોપીઓએ થર્મો એન્જીન્યરના અગાઉના સુપરવાઇઝર સાથે વાતચીત થયા મુજબ
આરોપી ભગવાનભાઇએ દર મહીને રૂ .૧૦,૦૦૦ / - એમ આજ દીન સુધીના કુલ રૂ . ૯૭,૦૦૦ / -હપ્તો પોતાના બેંક એકાઉન્ટમાં જમા કરાવડાવેલ.
તેમજ આરોપી શિવાભાઇએ દર મહીનાના રૂ .૫૦૦૦ / - એમ આજદીન સુધીના કુલ રૂ .૨૫૫૦૦ / - હપ્તો પોતાના બેંક એકાઉન્ટમાં જમા કરાવડાવેલ.
તેમ છતા આ બંન્ને આરોપીઓને આટલેથી સંતોષ ના થતા અવાર - નવાર ફરિયાદી પાસે હપ્તો માંગતા હોય, અને વધુ હપ્તો આપવા દબાણ કરતા હોય,
અને ન આપે તો ફરિયાદીનું થર્મો એન્જીન્યર કંપનીનુ કામ કંપનીમાં નહી ચાલવા દઇએ, તેમજ કંપનીના કર્મચારીઓની જાનમાલને નુકશાન કરી ફરિયાદીને છરીથી મારી નાખવાની ફોનમાં ધમકી આપી.
તેમજ આરોપી ભગવાનભાઇએ પણ ફરિયાદીને પ્લાન્ટની બહાર નીકળીશ તો મારી નાખીશ તેમ ધમકી આપી.
બંન્ને આરોપીઓએ ગેરકાયદેસર રીતે ફરિયાદી પાસેથી દર મહીને હપ્તો લેવા બળજબરી કરી એકબીજાએ મદદગારી કરી ગુન્હો કરેલ હોય,
પકડાયેલ આરોપીઓ
( ૧ ) શિવાભાઇ સાદુળભાઇ વાઘ ઉ.વ- ૨૫, ધંધો- પ્રા.નોકરી, રે . કોવાયા, તા- રાજુલા, જિ.અમરેલી,
( ૨ ) ભગવાનભાઇ માણસુરભાઇ લાખણોત્રા ઉ.વ. -૨૭, ધંધો- પ્રા.નોકરી, રે . હાલ કોવાયા,તા- રાજુલા , મુળ રહે . જામકા,તા - ખાંભા, જિ.અમરેલી ,
આ અંગે ફરિયાદીએ મરીન પીપાવાવ પો.સ્ટે.માં ફરિયાદ આપતા,
પીપાવાવ મરીન પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. ડી.બી.મજીઠીયા નાઓની રાહબરી હેઠળ, મરીન પીપાવાવ પો.સ્ટે.ના પોલીસ ટીમના એ.એસ.આઇ. હિંમતભાઇ રાઠોડ , તથા હેડ.કોન્સ . પ્રવિણભાઇ બારીઆ , તથા પો.કોન્સ . અજયભાઇ વાઘેલા તથા લોકરક્ષક રામભાઇ મેપાળ
દ્વારા ઉપરોક્ત બંન્ને આરોપીઓને પકડી પાડી એ પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૩૦૪૫૨૩૦૦૦૩/૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૩૮૪- , ૩૮૫ , ૫૦૪ , ૫૦૬ ( ૨ ) , ૪૨૭ , ૧૧૪ મુજબનો ગુન્હો . રજી . કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પોલીસ દ્વારા આવા પ્રકારના બનાવો અન્ય કોઇ કોન્ટ્રાટકરો , વેપારીઓ , મજુરો , સાથે બનેલ હોય, કે કોઇ અસામાજીક તત્વો દ્વારા ડરાવી ધમકાવી , ધાક - ધમકી આપી , ખંડણી , હપ્તા , માંગવામાં આવતા હોય, તો પીપાવાવ મરીન પો.સ્ટે . તથા નાયબ પોલીસ અધિક્ષકની કચેરી સાવરકુંડલા વિભાગ , સાવરકુંડલા નો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવેલ.
ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં આવેલ ઔધોગીક એકમો માં કામ કરતા કોન્ટ્રાકટરો , વેપારીઓ , મજુરો , સુરક્ષીત રહીને પોતાના ધંધા રોજગાર કરી શકે.
અને ખંડણી , લુંટ , કે હુમલા , જેવા બનાવો ન બતે તે માટે તકેદારી રાખવા સુચના આપેલ હોય,તેમજ અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓએ ઔધોગીક વિસ્તારોમાં જરૂરી પેટ્રોલીંગ રાખી. માથાભારે ઈસમો ઉપર વોચ ગોઠવી , તથા કોઇ અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલીક કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, તેમજ સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા નાયબ પોલીસ અધિક્ષક એચ.બી. વોરા એ આપેલ જરૂરી માર્ગદર્શન આધારે પીપાવાવ પોલીસ દ્વારા કરવામાં આવેલ.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.