અંબાજી માં બાય પાસ રોડ ની કામગીરી પૂરજોશ માં..

અંબાજીમાં વર્ષોથી ચાલતી ટ્રાફિક સમસ્યાનો અંત આવશે

ગુજરાત સરકાર દ્વાર યાત્રા ધામો ના વિકાસને લઈને અનેક કામો કરવામાં આવી રહ્યા છે.. 

ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પણ નવા બાયપાસ રોડનું 78 કરોડના ખર્ચે કામ હાથ ધરાયું છે, જેનાથી અંબાજી માં ટ્રાફિક ની સમસ્યા ને લઈને મોટી રાહત થશે.. 

ગુજરાત માં યાત્રાધામો ના વિકાસને લઈને કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રોજેક્ટ થકી નવા નવા વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે.. 

તમામ જે યાત્રાધામો છે તેમાં યાત્રાઓને કોઈ તકલીફ ન પડે તે માટે સરકાર પૂરતા પ્રયત્નો કરી રહી છે, ત્યારે વિશ્વવિખ્યાત મા અંબાના ધામ અંબાજી માં પણ વિકાસના અનેક કામો હાથ ધરાયા છે.. 

થોડા મહિનાઓ અગાઉ વડાપ્રધાન દ્વારા પણ અંબાજી માં વિકાસ ને લગતી અનેક યોજનાઓ પણ મૂકવામાં આવી હતી, ત્યારે અંબાજી માં હવે ટ્રાફિકની સમસ્યા થી પરેશાન યાત્રાળુઓ માટે બાયપાસ રોડ બનાવવામાં આવી રહ્યો છે..

ખેડબ્રહ્મા થી અંબાજી તરફ આવવાના માર્ગથી કુંભારીયા નજીકથી સીધો બાયપાસ આબુરોડ તરફ આપવામાં આવ્યું છે.. 

78 કરોડના ખર્ચે આ બાયપાસ રોડ બનાવવામાં આવશે.. 

બાયપાસ રોડ બનતા ભારે વાહનો સીધા બાયપાસ રોડ થઈ આબુરોડ રાજસ્થાન માં પ્રવેશ કરશે, જેના કારણે અંબાજી માં ટ્રાફિક સમસ્યા માં મોટી રાહત મળશે.. 

મા અંબાના ધામ માં લાખો ભક્તો દર્શન માટે આવતા હોય છે, ત્યારે અંબાજી શહેર માં ટ્રાફિક સમસ્યાને લઈને તકલીફો વેઠવી પડતી હતી.. 

પરંતુ હવે બાયપાસ રોડ બનાવવામાં આવશે, ત્યારે અંબાજી માં યાત્રાળુઓ ની ટ્રાફિક સમસ્યાથી છૂટકારો મળશે.. 

અંબાજીમાં સરકાર દ્વારા વિકાસના અનેક કામો કરવામાં આવી રહ્યા છે..

51 શક્તિપીઠ સહિત અંબાજી ચાચર ચોક તેમજ આજુબાજુ વિસ્તાર માટે પણ અનેક નવી યોજનાઓ થકી વિકાસ કરવામાં આવનાર છે. ત્યારે આ બાયપાસ રોડ જેનું પૂરજોશમાં કામ ચાલુ છે. ત્યારે આ રોડ બની જતા અંબાજીમાં આવતા યાત્રાઓને ખૂબ મોટો ફાયદો થશે.