દાહોદ જિલ્લામાં કાતિલ ઠંડીનું જાેર વધતા સમગ્ર પંથક ઠંડુગાર બનવા પામ્યું છે. સુસવાટા ભર્યા પવન તેમજ ગાત્રો થીજાવતી ઠંડીના કારણે શહેરીજનો ગરમ વસ્ત્રોમાં કેદ થઈ જવા પામ્યા છે. ત્યારે સવાર સાંજ તાપણાઓ સળગતા જાેવા મળી રહ્યા છે. દાહોદ શહેરનું સવારનું લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રી સુધી પહોંચતા શહેરના મુખ્ય માર્ગો સુમસાન નજરે પડી રહ્યા હતા. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ થી સાત દિવસ સુધી ઠંડીનું જાેર યથાવત રહેશે તેમ જાણવા મળી રહ્યું છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
રિપોર્ટ - રાજ કાપડિયા દાહોદ/9879106469
ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષા તેમજ ઉત્તર પૂર્વ ની દિશામાંથી ઠંડા પવનો ફુકાતા મધ્ય ગુજરાતના દાહોદ જિલ્લામાં તાપમાનનો પારો ગગડતા શહેર ઠંડુગાર બનવા પામ્યું છે. દાહોદ શહેરમાં છેલ્લા બે દિવસથી ઠંડીનું જાેર વધતા દાહોદનું લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી સુધી પહોંચી જવા પામ્યો છે જ્યારે મહત્તમ તાપમાન ૨૦ થી ૨૫ ડિગ્રી વચ્ચે ગગડી ગયો છે. શહેરમાં ઠંડા પવનો ફુકાતા તેમજ ગાત્રો થીજાવતી ઠંડી પડતા એક તરફ શહેરીજનો ગરમ વસ્ત્રોમાં કેદ થવા પામ્યા છે તો બીજી તરફ ગરમ વસ્ત્રોની ખરીદીમાં ભારે ઉછાળો જાેવા મળી રહ્યો છે. શહેરમાં ઠંડીનો પ્રકોપ વધતા શહેરીજનો ઠેર-ઠેર તાપણા સળગાવી ઠન્ડી થી રાહત મેળવતા નજરે પડી રહ્યા છે. સવાર સાંજ તાપમાનનો લઘુત્તમ પારો ગગડતા શહેરના રાજમાર્ગો સુમસાન નજરે પડી રહ્યા છે તો બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ થી સાત દિવસોં દરમિયાન પંથકનો લઘુત્તમ પારો ૧૦ ડિગ્રી સેલ્સિયસ સુધી રહેશે જેના પગલે ઠંડીનું જાેર યથાવત રહેશે. હાલ તો દાહોદમાં કાતિલ ઠંડીનું જાેર વધતા શહેરીજનો કાતિલ ઠંડીથી ઠુંઠવાઈ જવા પામ્યા છે.