બાપુનગર પોલીસ સ્ટેશન અમદાવાદમાં અપહરણના ગુનાના છેલ્લા 2 વર્ષથી નાસતા-ફરતા આરોપી અને ભોગ બનનારને બનાસકાંઠા થરા પોલીસે શોધી કાઢ્યા છે. જેમાં થરાં પોલીસને મળેલી બાતમી હકીકત મહેસાણાથી અપહરણના આરોપી અને ભોગ બનનાર શખ્સને ઝડપી પાડી થરા પોલીસ સ્ટેશન લાવી આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસ મહાનિરીક્ષક , સરહદી રેન્જ કચ્છ-ભૂજ જે.આર.મોથલીયા અને અક્ષયરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ જીલ્લામાં નાસતા-ફરતા આરોપીઓ ઝડપી પાડવા સુચના કરેલ હોય ડી.ટી.ગોહીલ , નાયબ પોલીસ અધિક્ષક દિયોદર, આર.બી.ગોહીલ , સર્કલ પો.ઈન્સ.શિહોરી નાઓના માર્ગદર્શન મુજબ પી.એન.જાડેજા , પોલીસ સબ ઇન્સ થરા પોલીસ સ્ટેશનનાઓના માર્ગદર્શન આધારે બાપુનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ અપહરણના ગુનાના કામના આરોપી અને ભોગ બનનારને ઝડપી પાડવા પોલીસ સ્ટાફને સુચના કરેલ હોઇ જે ખાનગી બાતમી હકીકત આધારે મહેસાણા મુકામેથી આરોપી પ્રવિણજી જોરાજી ચોથાજી જાલેરા ઉં.વ.આ.22 મુળ રહે.ટોટાણા તા.કાંકરેજ હાલ રહે.મહેસાણા પાંચોટ ચોકડી પાસે કેશવ રેસીડેન્સીમાં ચોકીયાત મહેસાણાવાળાને અને ભોગ બનનારને થરા ટાઉન વિસ્તારમાંથી શોધી કાઢી થરા પોલીસ સ્ટેશને લાવી વધુ તપાસ હાથ ધરી છે.