ગુજરાતના ખેડૂતોને દિવસે વીજળી આપવાના વચનોનો ફિયાસ્કો થયો છે. વર્ષ ૨૦૨૨ના અંત સુધીમાં આખા ગુજરાતમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાના સરકારના વચનનો ફિયાસ્કો રાજ્યમાં ખેડૂતો સિંચાઇનું પાણી મેળવી ખેતી કરી શકે તે માટે સવારે 5 વાગ્યાથી લઈને રાત 9 વાગ્યા સુધી વીજળી મળી રહે એ માટે સરકારે આ યોજના શરૂ કરી હતી.આ માટે કરોડોનો ધુમાડો કર્યા બાદ પણ આ યોજના સફળ રહી નથી.ખેડૂતો ખેતી કરી શકે તે માટે સવારે પાંચ વાગ્યાથી 9 વાગ્યા સુધી વીજળી આપવાની આ યોજનાનો ફિયાસ્કો થયો છે.ગુજરાતમાં ૧૭.૨૫ લાખ ખેડૂતોને આવરી લઈને આ યોજનામાં ઓગસ્ટ 21 સુધીમાં 3029 ગામડાઓને આવરી લેવાયા હતા.કોંગ્રેસના વડા પાલ આંબલિયાનો આક્ષેપ છે કે આજ દીન સુધી એકેય ગામડામાં ખેડૂતો સુધી દિવસે વીજળી પહોચી નથી.ખેડૂતોને આજેય રાત ઉજાગરા કરવા પડી રહ્યાં છે.મોડી રતે ખેતરમાં જંગલી પ્રાણીઓના હુમલાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે.સરકારે બજેેટમાં પ્રાયોગિક ધોરણે માળખાકીય સુવિધા માટે રૂા.૩૫૦૦ કરોડની નાણાંકીય જોગવાઇ સુધ્ધાં કરી હતી.જેથી ૬૬ કેવી સ્ટેશન સહિતની માળખાગત વ્યવસ્થા ઉભી કરાય. પ્રથમ તબક્કામાં તબક્કામાં પ્રાયોગિક ધોરણે ત્રણ જિલ્લાના ૧૦૫૫ ગામડાઓમાં ય હજુય દિવસે વીજળી મળતી નથી.વીજય રૂપાણીએ આ યોજનાની જાહેરાત કરી હતી પણ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં પણ આ અમલવારી થઈ નથી. સરકારે 2022 સુધીમાં આ યોજનાને આખા રાજ્યમાં અમલ કરવાનો નિર્ણય લીધો હતો પણ પ્રારંભિક લક્ષ્યાંક પણ હજુ અધૂરો છે.આમ સરકાર મસમોટા વચનોની જાહેરાત કરે છે પણ અમલવારી કરી શકતી નથી.