ઉત્તરાયણ પર્વ નજીક આવતા જ પર્વને અનુરૂપ ચીજ વસ્તુઓનું બજારોમાં આગમન થયું છે.ઉત્તરાયણ પર્વમાં અબાલ, વૃદ્ધ સૌ કોઈ પતંગ ચગાવવાની મજા માણતા હોય છે.ત્યારે ચાલુ વર્ષે રો મટીરીયલ, તેમજ મજૂરીમાં વધારો થતા પતંગ-દોરીના ભાવમાં ૧૫થી૨૦ ટકાનો ભાવ વધારો નોંધાયો છે.પતંગોના ભાવ વધારાને કારણે ગરીબ અને મધ્યમવર્ગ માટે પર્વની ઉજવણીને લઈને પ્રશ્નાર્થ સર્જાયો છે. પરંતુ બીજી બાજુ વેપારીઓ પતંગ-દોરીની ધૂમ ખરીદી નીકળશે તેવી આશા રાખી રહ્યા છે.
આણંદ જિલ્લાના નવાબી નગર ગણાતા ખંભાતની પતંગ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે.૧૫૦૦થી વધુ ચુનારા પરિવાર તેમજ ૪૦૦૦ હજાર જેટલી મહિલાઓ પતંગ ઉદ્યોગ સાથે સંકળાયેલી હોવાનું જાણવા મળ્યું છે.નોંધનીય છે કે, કરોડો રુપિયાની ખંભાતી પતંગની નિકાસ રાજ્યો તેમજ વિદેશોમાં થતી હોય છે.આ વ્યવસાય સાથે સંકળાયેલા મહિલાઓને પીઠબળ પૂરું પાડતો પતંગ ઉદ્યોગ સરકારી સહાયથી વંચિત હોઇ આજે પણ આર્થિક સહાય, બેંક લોન, સબસીડી, પતંગ ઝોન, અને માર્કેટ માટે આર્શીવાદ સેવી રહ્યો છે.
પતંગ બનાવવા માટે પતંગની કમાન કલકત્તા તેમજ કાગળ મુંબઈ, દિલ્હીથી આયાત કરાય છે. કમાનનો ભાવ ગત વર્ષ કર્યા ૧૫% વધ્યો છે.કાગળનો ભાવ ૧ હજારને પાર કરી ગયો છે.પતંગ ઉદ્યોગને પ્રોત્સાહન માટે સરકાર દ્વારા ટેક્ષ નાબૂદ કરવામાં આવે તેવી માંગણી પ્રબળ બની છે.
(સલમાન પઠાણ-ખંભાત)
Mo : 9558553368