અમદાવાદ: શાહપુરમાં પરિવાર વહેલી સવારે ઊંઘમાં હતો ને આગ લાગી, 8 વર્ષના બાળક સાથે માતા-પિતાનાં મોત. અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી ન્યૂ એચ. કોલોનીના એક મકાનમાં આજે વહેલી સવારે આગ લાગતાં પતિ- પત્ની અને આઠ વર્ષના બાળકનું મોત નીપજતા ચકચાર મચી જવા પામી હતી.અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી ન્યૂ એચ. કોલોનીના એક મકાનમાં આજે વહેલી સવારે આગ લાગતાં પતિ- પત્ની અને આઠ વર્ષના બાળકનું મોત નીપજતા ચકચાર મચી જવા પામી હતી.અમદાવાદ ફાયરબ્રિગેડને આજે વહેલી સવારે 4.55 વાગ્યે કોલ મળ્યો હતો કે શાહપુર દરવાજા બહાર માસ્ટર પેટ્રોલ પંપ પાસે આવેલી ન્યૂ એચ. કોલોનીના એક મકાનમાં આગ લાગી છે, જેથી ફાયરબ્રિગેડની ચારથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ત્યારે મકાનમાં ગાદલામાં આગ ચાલુ હતી, જેને ફાયર બ્રિગેડ એ બૂઝાવી હતી, જો કે ઘરમાં જોતા ખૂબ જ ધૂમાડો હતો અને ત્યાં જોતા એક બાળક સહિત ત્રણ લોકો મૃત હાલતમાં પડ્યા હતા.જયેશભાઈ વાઘેલા તેમના પત્ની હંસાબેન વાઘેલા અને દીકરા રેહાન વાઘેલા સાથે આ મકાનમાં રહેતા હતા અને વહેલી સવારે કોઈ કારણોસર ઘરમાં આગ લાગી હતી અને રૂમમાં ફેલાઈ ગઈ હતી. જયેશભાઈ અને તેમનો પરિવાર વહેલી સવારે જ્યારે ઊંઘમાં હતો ત્યારે જ આગ લાગી હતી, કદાચ તેમને જાણ જ થઈ ન હતી કે આગ લાગી છે. ઘરમાં ધુમાડો થઈ ગયો હતો અને પતિ, પત્ની અને બાળક બહાર નીકળે એની પહેલાં જ તેમનાં મોત થઈ ગયાં હતાં. ત્રણે લોકોને ઘરની બહાર નીકળવાનો મોકો જ મળ્યો નહોતો અને તેઓ આગમાં મૃત્યુ પામ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પદયાત્રીઓ માટે સેવા કેમ્પનુ આયોજન
વિશ્વ વિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ યોજાનાર ભાદરવી પૂનમના મેળાના...
गेवराई तालुक्यातुन समिक्षा संघटन संवाद मेळाव्यास कार्यकर्ते मोठ्या संख्येने उपस्थित रहाणार-किशोर भोले
बीड (प्रतिनिधी) उपेक्षित असलेला सत्तेपासून वंचित असलेल्या शेवटच्या उपेक्षित घटकांला सत्तेमध्ये...
अजूनही माणुसकी शिल्लक आहे! कुत्र्याला वाचवण्यासाठी शर्थीचे प्रयत्न, Video Viral
अजूनही माणुसकी शिल्लक आहे! कुत्र्याला वाचवण्यासाठी शर्थीचे प्रयत्न, Video Viral
Paytm Downfall Reason: 2 दिन में 2 Lower Circuit, Stock का बुरा हाल Monday को भी रहेगा बरकरार?
Paytm Downfall Reason: 2 दिन में 2 Lower Circuit, Stock का बुरा हाल Monday को भी रहेगा बरकरार?