ડીસા (મેરૂજી પ્રજાપતિ)ડીસા તાલુકા સંઘની લાખણી ખાતે આવેલ લગભગ સાતેક કરોડની કહેવાતી ૫૧૯ ચોરસ મીટર માં આવેલ ગોડાઉન ૧ કરોડ ૧૧લાખમાં વેચી દેવાતા અનેક તર્ક વહેતા થયા છે. ત્યારે ચર્ચાઈ રહ્યું છે કે ડીસા તાલુકા સંઘના મેનેજર ઈશ્વર દેસાઈ વર્ષોથી તાલુકા સંઘને રવાડે ચડાવતા આવ્યા છે. અને અનેક ચેરમેનોની ઉથલ પાથલ સ્થિતિ ના જવાબદાર રહ્યા છે પૂર્વ ચેરમેનો ઓછું ભણેલા અથવા સહકારમાં પુરી જાણકારી ન હોવાનો લાભ તાલુકા સંઘના મેનેજરે લીધેલ છે. ૨૦૧૪/૧૫ માં પૂર્વ ચેરમેન ડી.કે.દેસાઈ તાલુકા સંઘના ચેરમેન તરીકે ચૂંટાઈ આવતા ૨૦૦૭ થી ચાલતા મેનેજરના ભ્રષ્ટાચારો ઉપર ધ્યાન ગયેલ અને મેનેજર ના ભષ્ટાચારો ઉજાગર કરતા ચેરમેન અને મેનેજર વચ્ચે ગજગ્રાહ સર્જાયેલ હોવાનું ચર્ચાસ્પદ બનેલ પૂર્વ ચેરમેન ડી.કે.દેસાઈ મેનેજરને માફક આવેલ નહી.પૂર્વ ચેરમેન ડી.કે.દેસાઈ દ્વારા ડીસા લાલચાલી ખાતે આવેલ ગોડાઉન  અને લાખણી ખાતે આવેલ ગોડાઉન જે માત્ર બાંધકામ પરવાનગી થી ચાલતી હતી તે મિલકતો ન્યાયિક પ્રક્રિયા દ્વારા કાયદેસર સંઘના નામે ચડાવાયેલ. જે મિલકતો અંદાજીત બાર થી પંદર કરોડ ની વેલ્યુશન ની કહેવાય છે.ત્યારે મેનેજર નો આ મિલકતો પચાવી પાડવાના ડોળો ડળક્યોં અને ડીસાના પૂર્વ ધારાસભ્ય પંડ્યા સાથે તાલમેલ મેળવી ચૂંટાયેલી બોડીને બરખાસ્ત કરાવવા ની ભૂમિકા ભજવેલ હોવાનું કહેવાય છે.અને સરકારના પ્રતિનિધિ તરીકે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા તાલુકા સંઘની રખેવાળી કરવાના બહાના તળે ચેરમેન બનેલ. સરકારના પ્રતિનિધિ તરીકે મુકાયેલ પંડ્યા અને ઈશ્વર દેસાઈ ને સહકારના માસ્ટર માઈન્ડ વિપુલ દવે નો સાથ મળતા શશીકાંત પંડ્યા ના ભ્રષ્ટાચારને વેગ મળેલ હોવાનું જગબત્રીસીએ ચડેલ. કેટલાય સમયથી લાલ ચાલીને મિલકત અને લાખણીની ગોડાઉન વેચવાના પેતરાઓ ચાલતા હતા જેના ઉપર સહકારી આગેવાનો અને જાગૃત ખેડૂતો ની નજર હતી પરંતુ ચૂંટણી સમયે આચારસંહિતાના સમયમાં રાતોરાત મિલકત વેચી નાખતા એ મસમોટા ભ્રષ્ટાચાર સામે સમગ્ર કૃષિ આલમ માં રોષ ફેલાયેલ જોવા મળે છે.