રાધનપુર-સાંતલપુર માં ગુણવત્તા વગર ના કામ ને લઈ નર્મદા ની કેનાલો ટુટી જવાની અને કેનાલો ની સાફ સફાઈ બાબતે તેમજ ખોટા બીલો ચુકવવા બાબતે અનેકવાર ભ્રસ્ટાચાર ના આરોપો નર્મદા કચેરી ના જવાબદાર અધિકારીઓ ઉપર લગાવવામાં આવ્યા છે. જેની જાણવા મળ્યા મુજબ અનેકવાર ઉપલી કચેરીએ અરજદારો દ્વારા લેખિતમાં રજૂઆતો પણ કરવામાં આવી છે.જેની તપાસ પણ હાલ માં ચાલું છે મળતી માહિતી અનુસાર નર્મદા કચેરીએ જે એજન્સી નું ટેન્ડર મંજુર થાય છે તે પોતે એજન્સી કામ કરતી નથી અને નીચેના પેટા ના પેટામાં જેને કામગીરી નો અનુભવ ના હોય તેવા સ્થાય લોકલ માણસો ને પેટા માં કામ આપી દેવાય છે. જેને લઈ વ્યવસ્થિત કેનાલો ની સાફ સફાઈ તેમજ રીપેરીંગ કામ પણ થતું નથી. આવા અણઘડ કામને લઈ વારંવાર કેનાલો પણ ટુટી જાય છે કેનાલ તુટવા ને લઈને ખેડૂતો ના ખેતરો માં ઉભા પાકમાં પાણી ભરાઈ જાય છે. જેને લઈને ખેડૂતો ને લાખો રૂપીયા નું નુકસાન વેઠવાનો વારો આવે છે. અને જેનો ભોગ રાધનપુર -સાંતલપુર તાલુકા  ના ખેડૂતો બને છે. મળતી માહિતી અનુસાર હાલ જો ઉપલી કચેરી દ્વારા ઝીણવટી ભરી તપાસ કરવામાં આવે તો અનેક જગ્યાએ કેનાલ સફાઈ નથી થયેલ તેમજ કેનાલો તુટેલી હાલતમાં જોવા મળી શકે તેમ છે. ત્યારે કેનાલો ની સાફ સફાઈ ને લઈ કરોડો રૂપીયા ની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે ત્યારે કેનાલો ની સફાઈ પણ વ્યવસ્થિત થતી નથી ત્યારે ખેડૂતો ની માંગ છે કે જ્યાં સુધી સફાઈ તેમજ કેનાલ ના કામને લઇ પુરતું કામ ના થઈ જાય ત્યાં સુધી એકેય એજન્સી ને પેમેન્ટ ચુકવવું જોઈએ નહી. તેમજ ખેડુતો ની માંગ છે કે ટેન્ડર મંજુર થયેલ એજન્સી જ કામ કરે જે થી કામગીરીમાં સુધાર આવે તેમજ ઉપલી કચેરીએ નર્મદા કચેરીમાં કેનાલો ની કામગીરી માં થયેલ ભ્રસ્ટાચાર બાબત ની અરજદારો દ્વારા કરવામાં આવેલ લેખીત રજુઆત ની બને તેટલી ઝડપી તપાસ કરી કસુરવાર અધિકારીઓ સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવે તેવી ખેેડુતો ની માંગ ઉઠવા પામી છે 

રીપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર