દસાડા વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં હવે ગરબાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. જેમાં યુવાધન વિવિધ ચોકમાં ડીજેના તાલે ગરબે ઘૂમી પાર્ટીનો પ્રચાર કરતા નજરે પડ્યાં હતા.સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ, ચોટીલા, લીંબડી, દસાડા અને ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભા સીટ મળી પાંચેય વિધાનસભા સીટ પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીયો જંગ જામ્યો છે. અને હાલમાં ભાજપ, કોંગ્રેસ અને આપનો ચૂંટણી પ્રચાર એની ચરમસિમાએ છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ વિધાનસભા સીટ પર વઢવાણ સીટ ભાજપના ફાળે અને બાકીની ચારેય સીટો કોંગ્રેસના ખાતામાં ગઇ હતી.બાદમાં લીંબડી અને ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભા સીટ પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો. આથી છેલ્લે સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ વિધાનસભા સીટમાં વઢવાણ, લીંબડી અને ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભા સીટ ભાજપના ખાતામાં અને દસાડા અને ચોટીલા વિધાનસભા સીટ કોંગ્રેસના ફાળે ગઇ હતી. ત્યારે દસાડા વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં હવે ગરબાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. જેમાં યુવાધન વિવિધ ચોકમાં ડીજેના તાલે ગરબે ઘૂમી પાર્ટીનો પ્રચાર કરતા નજરે પડ્યાં હતા.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं