બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં કેનાલમાં ગાબળા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં થરાદની આંતરોલ માઇનોર 1 કેનાલમાં ગાબડું પડતા કેનાલની બાજુમાં આવેલા ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું. જીરુ રાયડા તેમજ એરંડા જેવા તૈયાર પાકોમાં કેનાલનું પાણી ઘૂસી જતા ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો હતો. જોકે ખેડૂતોનો આક્ષેપ છે કે. અધુરી સાફ-સફાઈ અને બાંધકામની હલકી ગુણવત્તાના કારણે વારંવાર ગાબડા પડતા હોય છે આજુબાજુના વાવેતર કરેલા જમીનમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન
વેઠવવા વારો આવ્યો છે જોકે ગાબડું પડ્યા બાદ પણ સતત પાણી ચાલુ રહેતા વીઘા રાયડાનો પાણીજ પાણી જોવા મળ્યું હતું.