ડીસા ની અર્બુદા શાળામાં 800 બાળકો વિવિધ ફૂડ બનાવી ધંધા રોજગાર અંગે માહિતગાર થયા..
( બ્યુરો રિપોર્ટ નીરજ બોરાણા )
ડીસા શહેરમાં આવેલી અર્બુદા શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ ની સાથે સાથે જીવન ઉપયોગી ધંધા રોજગાર અંગે પણ માહિતગાર થાય અને વિદ્યાર્થીઓ માં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે તે માટે શાળા પરિવાર દ્વારા બાળ મેળો અને ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું..
લોકમેળા જેવું આયોજન ઊભું કરવામાં આવ્યું..
ડીસા ની અર્બુદા સ્કૂલમાં અનોખા કાર્યક્રમ નું આયોજન કરાયું હતું. શાળામાં ફૂડ ફેસ્ટિવલ અને બાળમેળા નું આયોજન કરાતા તમામ વિદ્યાર્થીઓના મોઢા પર ખુશી જોવા મળી રહી હતી..
બાળમેળા અને ફૂડ ફેસ્ટિવલના આયોજનમાં શાળા કેમ્પસમાં લોકમેળા જેવું આયોજન ઊભું કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના 800 થી વધુ બાળકોએ ભાગ લીધો હતો..
ફેસ્ટિવલમાં બાળકોએ જાતે જ પકોડી, ભેળ, સમોસા, ફ્રુટ ડીશ, જ્યુસ, પફ, રગડા પેટીસ, સેન્ડવીચ જેવા હળવા નાસ્તાના સ્ટોલ ખોલ્યા હતા..આ ઉપરાંત વિદ્યાર્થીઓ ને વિવિધ રમતો પણ રમાડવામાં આવી હતી..
શાળાના શિક્ષકોએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ અભ્યાસ ની સાથે સાથે જીવનમાં અન્ય ધંધા રોજગાર વિશે પણ જાણી શકે તેમ જ રસોઈ કળા, પાક કળા શીખી શકે તે માટે આ બાળમેળા અને ફુડ ફેસ્ટિવલ નું આયોજન કરાયું હતું..