પ્રધાનમંત્રી ઉજજવલા યોજનાના લાભાર્થીઓને ઓક્ટોબર થી ડિસેમ્બરના સમયગાળા દરમ્યાન એક સિલિન્ડરનો વિનામૂલ્યે લાભ મળવાપાત્ર ( રાજ કાપડીયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )

ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓએ ચાલુ માસ દરમ્યાન ગેસ એજન્સીનો સંપર્ક કરી યોજનાનો લાભ મેળવી લેવો

દાહોદ : દાહોદ જિલ્લામાં આવેલ તમામ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના તમામ લાભાર્થીઓને જણાવવાનું કે ગુજરાત સરકારશ્રીના તારીખ ૧૫/૦૩/૨૦૨૪ ના અ. ના. પુ. ગ્રા. બા. વિભાગ, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક : FCSCAD/NEW/e-file/5/2023/2275/B અન્વયે તમામ લાભાર્થીઓને વર્ષમાં ૨ ગેસ સિલિન્ડર વિનામૂલ્યે રીફીલિંગ કરી આપવાની યોજના અમલમાં છે.

જે અન્વયે વર્ષ - ૨૦૨૪ માં ઓક્ટોબર થી ડિસેમ્બરના સમયગાળા દરમ્યાન એક સિલિન્ડરનો વિનામૂલ્યે લાભ મળવાપાત્ર છે. દાહોદ જિલ્લામાં ઘણા લાભાર્થીઓએ હજુ સુધી આ લાભ મેળવેલ નથી. જેથી તમામ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ચાલુ માસ દરમ્યાન ગેસ એજન્સીનો સંપર્ક કરી યોજનાનો લાભ મેળવી લેવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, દાહોદ દ્વારા જણાવાયું છે.