કોરોના મહામારીના બાદ પુનઃ કોરોના કેસો નોંધાય તેવી સંભાવના સરકાર દ્વારા જાહેર કરાઈ છે.જો કે હાલ તો ચીન દેશમાં કોરોના કાળમુખો બન્યો છે.જાન્યુઆરી મહિનામાં કોરોના કેસો નોંધાઇ તેવી સંભાવના સામે નાગરિકોએ જાતે સતર્કતા રાખવી પડશે.મળતી માહિતી મુજબ, ખંભાતમાં નવા વેરિયન્ટનો કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે.ખંભાત શહેરમાં ૬૭ વર્ષીય મહિલાને કોરોના ૧૮ ડિસેમ્બરે લક્ષણો દેખાતા ટેસ્ટ કરવામાં આવ્યો હતો.જેમાં વૃદ્ધ મહિલાને કોરોના પોઝીટીવ આવ્યો હતો.જો કે આરોગ્ય વિભાગે વૃદ્ધ મહિલાને સારવાર આપી દીધી છે અને હાલ કોરોન્ટાઈન છે.બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ટેસ્ટિંગ કામગીરી કરાઈ રહી છે.

(સલમાન પઠાણ-ખંભાત)

9558553368