ગાંધીધામ,રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ' રાજકોટ અને રઘુવંશી જલારામ સેવા ટ્રસ્ટ ગાંધીધામ ધ્વારા 72 મો નેત્ર યજ્ઞ યોજાયો હતો.જેમાં 120 જરૂરમતંદોની શત્રક્રિયા સંપન્ન થઈ હતી. સ્વં. રંભાબેન કેવળરામ કોટકની' સ્મૃતિમાં યોજાયેલા કાર્યક્રમમાં સહયોગી પરિવાર ના મોહનભાઈ કેવળરામ કોટક , ગાંધીધામ લોહાણા મહાજનના પ્રમુખ પરેશભાઈ ઠકકર,વાગડ રઘુવંશી પરિવારના' પ્રમુખ' ધીરૂભાઈ, અખિલ કચ્છ મહાજનના' પ્રમુખ બળવંતભાઈ રાજદે, મહાપરિષદ ના કે.સી. ઠકકર, તથા ગાંધીધામ સ્વામિનારાયણ ગુરૂકુળના સંતોના હસ્તે દિપપ્રાગટય કરાયુ હતું.રાજકોટના' આંખ રોગ નિષ્ણાંત તબીબની ટીમે 209 લોકોની આંખો તપાસી હતી. જે પૈકીના 120 જરૂરતમંદોને રાજકોટ' ખાતે' વિનામૂલ્યે શત્રક્રિયા કરી અપાઈ હતી.નેત્રયજ્ઞને 6 વર્ષ પૂર્ણ થતાં સંતોએ કાર્યકરો અને સમાજના અગ્રણીઓને આશીર્વાદ આપ્યા હતા. કાર્યક્રમમાં' જલારામ સેવા ટ્રસ્ટના પ્રમુખ મહાદેવભાઈ હાલાણી, બળવંત રૈયા, રમેશ મિરાણી, ભરત મિરાણી, શામજીભાઈ સચદે, મૂળજીભાઈ સચદે, ડો. કિશોર, મોહન ચુનીલાલ કોટક, વિનોદ કોટક, પ્રેમજીભાઈ રૂપારેલ, સુરેશભાઈ સહિતના ઉપસ્થિત રહયા હતા. સંચાલન અને આભારવિધિ મોહનભાઈ રાજદેએ કરીહતી. આયોજનમાં ઘનશ્યામભાઈ ગઢવી, મુકેશભાઈ ચંદે, સુરેશભાઈ, હરિલાલ મજેઠીયા, ધીરૂભાઈ કોટક, મોહનભાઈ કોટક, વિશનજીભાઈ, જગદીશભાઈ સાયતા, ધરમશીભાઈ, પ્રેમજીભાઈ' રાજદે, દેવેન્દ્ર સોમેશ્વર, પ્રવિણ ગણાત્રા, બચુભાઈ કોટક સહિતનાએ સહકાર આપ્યો હતો.'