*ડીસાની માતા શેરીમાં આવેલ માં અંબા બહુચરના મંદિરે શાકમ્બરી નવરાત્રીની પૂર્ણાહુતિ તેમજ આનંદ ગરબાની રમઝટ જામશે*
ડીસા શહેરના માતાશેરી વિસ્તારમાં આવેલા માં અંબા બહુચરના મંદિરે માં જગતજનની જગદંબાના પ્રાગટ્ય પ્રસંગે તારીખ ૫-૧-૨૦૨૩ ને ગુરુવારે કાચું શાકભાજી ધરાવવામાં આવશે આ પ્રસંગે ગુરુવારે ૯-૦૦ થી ૧૨-૦૦ વાગ્યા સુધી રાત્રે આનંદ ગરબાની રમઝટ જામશે તો ડીસાની ધર્મપ્રેમી જનતાને માં જગતજનની જગદંબાના પ્રાગટ્ય દિવસે તેમજ શાકમ્બરી નવરાત્રીનો દરેક માઈ ભક્તોને લાભ લેવા મંદિરના પૂજારી શ્રી કૌશિકભાઈ રાવલ તેમજ માતાશેરીના આયોજકોએ દર્શનનો લાભ લેવા અનુરોધ કર્યો છે.
અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંઠા