વેપારી મકાન બંધ કરી દુકાને ગયા ત્યારે પાછળ થી તસ્કરો ત્રાકટ્યા બાબરાના કૃષ્ણનગરમા આજે વહેલી સવારે એક વેપારીના બંધ મકાનમા ચોરો ત્રાકટયા હતા . તસ્કરો અહીથી દાગીના અને રોકડ મળી ૫૫ હજારના મુદામાલની ચોરી કરીને લઇ ગયા હતા . બંધ મકાનમા ચોરીની આ ઘટના બાબરામા બની હતા અહીના કૃષ્ણનગરમા રહેતા રમેશભાઇ પ્રભુદાસ હદાણી સવારે પાંચ વાગ્યે પોતાનુ મકાન બંધ કરી એસટી ડેપો પાસે આવેલ પોતાની દુકાને ગયા હતા . ત્યારે પાછળથી તસ્કરો ત્રાટકયા હતા તસ્કરો અહીથી રોકડ અને દાગીના મળી ૫૫ હજારના મુદામાલની ચોરી કરીને લઇ ગયા હતા . તેઓ જયારે સવારે ૧૦ વાગ્યે પરત ઘરે આવ્યા ત્યારે ચોરી થયાની જાણ થઇ હતી . રમેશભાઇએ તુરંત બાબરા પોલીસ મથકમા જાણ કરતા પી.આઇ ડાંગરવાલા તથા જમાદાર કેતનભાઇ રાઠોડ , કિરણભાઇ સોલંકી વિગેરે અહી દોડી આવ્યા હતા . અને આગળની તપાસ હાથ ધરી છે .

રીપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી.