અમીરગઢના વૃદ્ધ દંપતિએ સાથે જીવવા-મરવાનો કોલ નિભાવ્યો હતો. જ્યાં 110 વર્ષના દાદાની અંતિમ વિધી કરીને ઘરે આવ્યા હતા અને 105 વર્ષના દાદીએ દેહ છોડયો હતો. બંને પતિ-પત્નીને એક જ દિવસે અગ્નિદાહ અપાયો હતો.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

આ અંગેની વિગત એવી છે કે, અમીરગઢના પોખડાજી માલાજી ગાડલીયા (ઉં.વ. આ. 110) અને તેમના ધર્મપત્ની કંકુબેન પોખડાજી ગાડલીયા (ઉં.વ.આ. 105) પરિવાર સાથે અમીરગઢ મામલતદાર કચેરી રોડ ખાતે આવેલા પોતાના માલિકીના મકાનમાં રહેતાં હતા અને કુહાડી, દાંતરડા જેવી વસ્તુઓને આગમાં મૂકી ધાર બનાવવાનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતાં હતા.

આટલી ઉંમરે પણ પોતાનું કામ જાતે કરતાં હતા. શરીરમાં કોઇ બીમારી ન હતી. પોખડાજીને સંતાનમાં કુલ 6 દીકરા અને 2 દીકરી છે. જેમાં સૌથી મોટા એક દીકરાનું અવસાન થયું છે. જ્યારે અન્ય સંતાનો હયાત છે. જોકે, મંગળવાર પરિવાર માટે ખૂબ જ દુ:ખદ પૂરવાર થયો હતો.

પોખડાજીનું નિધન થતાં પરિવારજનો સ્મશાનમાં અગ્નિદાહ આપી હજુ ઘરે આવ્યા હતા. ત્યાં 3 કલાક બાદ તેમના પત્ની કંકુબેને પણ પતિની સાથે અનંતની વાટ પકડી લીધી હતી અને પતિની સળગતી ચિતા ઉપર જ તેમને અગ્નિદાહ અપાયો હતો.

પતિને અગ્નિ સંસ્કાર કરી ઘરે આવ્યા બાદ પત્નીએ પણ પ્રાણ છોડતાં પતિ અને પત્નીને એક જ જગ્યાએ અગ્નિ સંસ્કાર કર્યાં હતા. જોકે, પત્નીને અગ્નિદાહ અપાય તે પહેલાં જ અગ્નિ પ્રકટતાં અચરજ સર્જાયું હતું.