તાપી જિલ્લાના વાલોડ તાલુકાના મોરદેવી ગામમાં રહેતા એક ખેડૂત પરિવાર સાથે દુઃખદ ઘટના બની છે. એક ખેડૂતે પોતાના ખેતરના પાકને બચાવવા ખેતરની ફરતે કરંટવાળી વાડ કરી હતી.જોકે, આ વાડમાં કરંટ લાગતાં ખેડૂતે પોતાના જ પરિવારજનોને ગુમાવ્યા છે. ખેડૂતના પિતા,માતા અને પુત્રના મોત થયા છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, ખેતરોમાં ભૂંડ રોકવા માટે વીજકરંટ મૂકવાનો નિર્ણય ક્યારેક ભારે પડી શકે છે.અનેક ખેડૂતો આ વાત જાણતા હોવા છતાં તેઓ કરંટવાળી વાડ લગાવે છે. હાલમાં ખેડૂતોને સૌથી મોટી સમસ્યા હોય તો રખડતા જાનવરોની છે.જે ઉભા પાકોને તહસ નહસ કરી નાંખે છે.ખેતરના ઉભા પાકને ખૂબ મોટા પાયે નુકસાન પહોંચાડતા હોય છે. વાલોડ ગામમાં પણ એક ખેડૂતે ખેતીના પાકને બચાવવા માટે ખેતરની ફરતે કરંટ વાળા તારની વાડ કરી હતી.પરંતુ આ જ પ્રયોગનું વિપરિત પરિણામ આવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના વાલોડ તાલુકાના મોરદેવી ગામમાં બની છે.એક જ પરિવારના 3 લોકોના કરંટ લાગતા મોત થઈ જતા ગામમાં શોકનો માહોલ છે.