ડીસાના ગવાડી વિસ્તારમાં ભંગારમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં લોકોમાં દોડધામ મચી ગઇ છે. મોડી રાત્રે બનેલી ઘટનાને પગલે તાત્કાલીક આજુબાજુના લોકો અને ડીસા નગરપાલિકા ફાયર-ફાઇટરની ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી કલાકો સુધી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

આ અંગેની વિગત એવી છે કે, ડીસાના ગવાડી વિસ્તારમાં આવેલા વ્હોળામાં ગઇ મોડી રાત્રે ભંગારના સામાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં લોકોમાં અફડા-તફડી મચી ગઇ હતી. ડીસા નગરપાલિકા ફાયર-ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. ડીસાના ગવાડી વિસ્તારમાં રાજપુર વ્હોળામાં આજુબાજુ ભંગારના વેપારીઓના વાડા આવેલા છે. વેપારીઓ નકામો ભંગાર વ્હોળામાં ફેકે છે. જેમાં વ્હોળામાં પડેલા ભંગારના સામાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની ઘટનામાં ડીસા નગરપાલિકા ફાયર-ફાઇટરની ટીમ પણ ઘટનાસ્થળે આવી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. મોડી રાત્રે આગ લાગી હોવાથી કોઇ જાનહાની થઇ ન હોવાનો નગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.