ગોથાણ રોડ-રંગોલી ચોકડીથી કીમ રોડ વચ્ચે આવેલા રેલ્વે ક્રોસીંગ નં.૧૫૦ ખાતે રોડ ઓવરબ્રીજ બનાવવાની કામગીરી ચાલતી હોવાથી આ રૂટનો વાહન વ્યવહાર કોઈ પણ અવરોધ વિના ટ્રાફિક સરળતા ચાલે તેવા આશયથી સુરત જિલ્લાના અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી વાય. બી. ઝાલાએ એક જાહેરનામા દ્વારા રસ્તાને ડાયવર્ટ કર્યો છે. વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે રેલ્વે ફાટક નં.૧૫૦ બંધ રહે તે દરમ્યાન વાહન વ્યવહાર તથા લોકોની અવર-જવર દક્ષિણ દિશામાં ગોથાણ ફાટક નં. ૧૪૯ તથા ઉત્તરે સાયણ રેલ્વે ઓવરબ્રીજ ઉપરથી થઇ શકશે. આ જાહેરનામાનું અમલ તા.૩૦/૦૫/૨૦૨૩ સુધી અમલમાં રહેશે. ભંગ કરનાર સજાને પાત્ર થશે.