જીવનમાં દરેક સમાજો પોત પોતાના ધંધામા પારંગત હોય જ છે અને પોતાના ધંધામા પોતાની કોઠાસુઝથી ઘણી બધી સફળતા મળતી હોય છે એવા આજે નાઇ(વાળંદ) સમાજના ધંધા વિશે વાત કરવી છે.નાઇ સમાજ વર્ષોથી પોતાનો વારસાગત વાળ કાપવાનો ધંધો કરે જ છે પણ એ ધંધો વધુ પ્રગતિશીલ બને એ માટે ગામડામાંથી શહેરમાં આવવું જ પડે કારણકે શહેરમાં આ ધંધામા વધારે સફળતા મળતી હોય છે એનું કારણ છે કે ગામડામાં લોકો ખેતી કે મજુરી કરતા હોય છે એટલે એ લોકો પોતાની હેર સ્ટાઇલ કે એને લગતા કામોમા ઓછો શોખ ધરાવતા હોય છે અર્થાત્ તેઓ નેચરલ લુકમા રહેવાનું વધારે પસંદ કરે છે પણ આ હેર સલુનમા વધારે સફળતા મેળવવા માટે બજારમાં વધારે સફળતા મળે છે એનુ કારણ છે કે બજારમાં લોકો નોકરી કે બીઝનેશ કે ઓફીસમાં કામ કરતા હોય છે જેથી એમને હેર સ્ટાઇલ,કે પોતાનો ચહેરો સારો દેખાય એ માટે હેર ટ્રીટમેન્ટ કે ફેશ ટ્રીટમેન્ટથી અપટુડેટ રહેતા હોય છે એટલે એ કામ માટે નાઇ સમાજના કારીગરને પૈસા વધારે મળતા હોય છે.એટલે એ માટે અમદાવાદ,સુરત, રાજકોટ, પાલનપુર, વડોદરા વગેરે જેવા શહેરોમાં જવુ પડે છે એના માટે ઘણી વખત સફળતા જલ્દી પણ મળે અને કદાચ થોડો સંઘર્ષ પણ કરવો પડતો હોય છે અને પછી પણ સફળતા મળતી હોય છે.એમ નાઇ(વાળંદ)સમાજના લોકો અને ખાસ બનાસકાંઠાના નાઇ સમાજના લોકો અમદાવાદ અને કચ્છમા ભુજમાં વધારે લોકો આ હેર સલુન અને બ્યુટી પાર્લરના ધંધા માટે સ્થાયી થયા છે પણ અમદાવાદ કરતા જલ્દી સફળ થયા હોય તો તે છે કચ્છનું ભુજ. અને ભુજમા ધંધા માટે બનાસવાશીઓમા સૌ પ્રથમ શરૂઆત કોણે કરી એ હવે જાણીએ.
ગુજરાતના બીજા વિસ્તારની દૃષ્ટિએ કચ્છ શાંત વિસ્તાર ગણાય છે 2001 ની સાલમાં ભુકંપ પહેલા આ વિસ્તારમા વિકાસ તો હતો પણ ભુકંપ પછી આ વિસ્તારમાં નવી નવી કંપનીના પ્લાન્ટો,,ફેકટરીઓ અને ઉદ્યોગો વિકસ્યા હોવાથી કચ્છે છેલ્લા વીસ વર્ષમાં ઘણો બધો વિકાસ કર્યો છે.એટલે બનાસકાંઠાના નાઇ વાળંદ સમાજના લોકો ધંધા અર્થે કચ્છના ભુજ શહેરમાં પોતાની હેર સલુનો બનાવીને છેલ્લા વીસ વર્ષથી ઘણો બધો વિકાસ કર્યો છે.ભુજનો એવો એક પણ વિસ્તાર નહી હોય જ્યાં બનાસકાંઠાના નાઇની દુકાન ના હોય આજે બનાસકાંઠાના સો થી પણ વધારે પરિવારો અહીં રહે છે અને સારી પ્રગતિ કરી રહ્યા છે.પણ આ બધા પરિવારોમા બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના બુકોલી ગામના બાબુભાઇ નાઇ તથા બચુભાઇ ત્રીસ વર્ષ પહેલાં ભુજમા સૌ પ્રથમ ધંધા અર્થે આવેલા અને આજે ભુજમાં અંજલી હેર સ્ટાઇલ વાળા બાબુભાઇ સારી નામના ધરાવે છે.એના પછી ઓપેરા હેર સ્ટાઇલ એન્ડ લેડીસ બ્યુટી પાર્લરથી જાણીતા ચંદુભાઈ નાઇ(માંકા) પણ ઘણા વર્ષથી ભુજમાં રહે છે અને સારી નામના ધરાવે છે પછી તો ખરડોસણવાળા મફતલાલે ભુજમા ધંધો કરીને સારી નામના મેળવેલી,,પછી એક પછી એક બબાભાઈ,, નરેશભાઈ, દીનેશભાઈ,,અશ્વીનભાઇ,,શુનીલભાઇ,,રમેશભાઇ જેવા નામી અનામી નાઇ સમાજના લોકો ભુજમાં આવીને ધંધો કરવા લાગ્યા જેમ જેમ સમય વિતતો ગયો એમ એમ બનાસકાંઠાના નાઇ વાળંદ સમાજના લોકો ધંધા માટે ભુજમા આવીને વસવા માંડ્યા અને આજે છેલ્લા વીસ વર્ષમા ઘણા બધા પરિવારોએ ભુજને પોતાની કર્મભુમિ બનાવી છે.બનાસવાશીઓને બીજા શહેરો કરતાં ધંધા માટે ભુજ વધારે ફળ્યું છે એમ કહીએ તો પણ વાંધો નહીં અને ખરેખર બનાસવાશીઓને કચ્છનુ ભુજ ધંધા માટે નસીબવંતુ સાબિત થયું છે એમ કહી શકાય...!