ગુન્હો દાખલ થયાના ગણતરીના જ કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી ચોરી કરેલ ઓઇલ ના જથ્થા સાથે આરોપીઓ ને ઝડપી પાડ્યા.
રીકવર કરેલ જથ્થો : -
અલગ - અલગ ચાર કેનમાં આશરે ૨૫ લીટર જેટલું ઓઇલ જેની આશરે કિ.રૂ .૨૫૦૦ છે ,
અમિતકુમાર નાથાભાઇ રાબડીયા ઉ.વ .૩૮ ઘંઘો.નોકરી ( પી.જી.વી.સી.એલ ) રહે.મુળ જુનાગઢ, હાલ.નોકરી,ખાંભા,તા.ખાંભા, જી.અમરેલી, વાળાએ ખાંભા પોસ્ટે , મા ફરીયાદ આપેલ હતી ,
કે રબારીકા પચપીયા , તથા પીપરીયા ગામે આજથી આશરે એકાદ મહીના પહેલા અલગ અલગ જગ્યાએ ફીટ કરેલ ટ્રાન્સફોર્મરમાંથી આશરે ૨૫ લીટર જેટલું ઓઇલ જેની કિ.રૂ .૨૫૦૦ / આશરેની કોઈ ચોરી કરી લઇ ગયેલ હોય , જે બાબત ખાંભા પોસ્ટે , એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૨૭૨૨૦૭૦૯૪૨૦૨૨ ઇ.પી.કો કલમ -૩૭૯,૧૧૪ મુજબનો ગુન્હો ફરિયાદી એ નોંધાવેલ , હતો.
જેની તપાસ અનુસન્ધાને ખાંભા પોસ્ટે ના ડી.સ્ટાફના કર્મચારીઓ વણશોધાયેલ ચોરીનો ગુન્હો ડીટેક્ટ કરવા સારૂ ખાનગી મો.સા માં પેટ્રોલીંગમાં હતા , તે દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે , જી.ઇ.બી.માં કોન્ટ્રાકટર તરીકે ફરજ બજાવતા રમેશભાઇ બચુભાઇ મકવાણા રહે.જામકા વાળાના ઘરે શંકાસ્પદ ઓઇલનો જથ્થો પડેલ છે. તેવી માહીતી મળતા તુરત સ્ટાફ સાથે હકીકતવાળી જગ્યાએ જઇ તપાસ કરતા કોન્ટ્રાકટર રમેશભાઇ બચુભાઇ મકવાણા તેમના ઘરે હાજર હોય , અને તેમના ઘરની તપાસ કરતા એક બ્લુ કલરનો કેરબો મળી આવેલ જેમાં તપાસ કરતા આશરે પંદરેક લીટર જેટલું ઓઇલ મળી આવેલ, જે ઓઇલ બાબતે કોન્ટ્રાકટર રમેશની પુછપરછ કરતા તેણે સંતોષકારક જવાબ આપેલ નહીં , બાદ યુક્તિ પ્રયુક્તિ થી પુછપરછ કરતા જણાવેલ કે , તેમના ગામના બાલુભાઇ શાખાભાઇ ચોહાણ તથા તખુભાઇ ઘુસાભાઇ ચોહાણ તથા મહેશભાઇ ધુસાભાઇ ચોહાણ એ અલગ જુદા જુદા ગામમાંથી રાત્રીના સમયે , ટી.સી.માંથી ઓઇલ ચોરી કરેલ હોવાનું કબુલાત આપેલ હતી , બાદ બાલુભાઇ ભીખાભાઇ ચોહાણ તથા તખુભાઇ ઘુસાભાઇ ચોહાણ તથા મહેશભાઇ ધુસાભાઇ ચોહાણના ઘરે જઇ તપાસ કરતા તેમના ઘરેથી પણ શંકાસ્પદ ઓઇલનો જથ્થા સાથે તેઓ મળી આવેલ હતા , અને તે ઓઇલ ચોરીનું હોવાનું કબુલાત આપેલ હતી ,
( ૧ ) રમેશભાઇ બચુભાઇ મકવાણા ઉ.વ .૨૪ ઘંઘો . કોન્ટ્રાકટર, રહે. જામકા,તા.ખાંભા, જી.અમરેલી,
( ૨ ) તખુભાઇ ઘુસાભાઇ મકવાણા ઉ.વ .૨૩,ધંધો .મજુરી, રહે.જામકા, તા.ખાંભા, જી. અમરેલી,
( ૩ ) મહેશભાઇ ધ્રુસાભાઇ ચોહાણ ઉ.વ .૨૧, ધંધો. મજુરી, રહે.જામકા. તા. ખાંભા, જી. અમરેલી,
( ૪ ) બાલુભાઇ ભીખાભાઇ ચોહાણ ઉ.વ .૨૩ ધંધો મજુરી રહે.જામકા તા.ખાંભા જી.અમરેલી ,
આ કામગીરી ખાંભા પો.સ્ટે.માં પો.સબ ઇન્સ , જે.પી.ગઢવી ની સુચના મુજબ ડી.સ્ટાફના હેડ કોન્સ . એન.એન.કિકર તથા પો.કોન્સ જયદીપભાઇ ધાખડા તથા પો.કોન્સ સહદેવભાઇ મકવાણા તથા પો.કોન્સ હિરેશનભાઇ ગળથરીયા તથા પો.કોન્સ ધનાભાઇ પરમાર તથા પો.કોન્સ ધર્મેશભાઇ ઠાકર જોડાયા હતા .
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી