તિલકવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જનક કુમાર માઢક ની ઉપસ્થિતિમાં યોજાઈ મોકડ્રિલ

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

 કોવિડ 19 મહામારીની અસરને પગલે અગમચેતી ના ભાગરૂપ યોજાયેલી રાજ્યવ્યાપી મોકડ્રિલ માં તિલકવાડા સમુહિક હોસ્પિટલ તંત્ર જોડાયું વિશ્વભરમાં હાલ કોરોના મહામારી ની વર્તાઈ રહેલી અસરના પગલે અગમચેતી ના ભાગરૂપે આજ રોજ સમગ્ર રાજ્યમાં આયોજિત રાજ્ય વ્યાપી મોકડ્રિલ ના ભાગરૂપે તિલકવાડા સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા આરોગ્ય અધિકારી ડો જનક માઢક નિ આગેવાની હેઠળ મોકડ્રિલ નું આયોજન કરવામાં આવ્યું આ મોકડ્રિલ દરમિયાન ડોક્ટર આર એસ કશ્યપ / તિલકવાડા સી એચ સી અધિક્ષક ડોઆર જે રંજન / જિલ્લા પંચાયત સદસ્ય ભીમસિંગભાઈ તડવી / તાલુકા પંચાયત પ્રમુખ પારૂલબેન તડવીની ઉપસ્થિતિમાં તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે ઉભા કરાયેલા ઓક્સિજન પ્લાન્ટ /વેન્ટિલેટર / ઉપલબ્ધ બેડ / જનરલ વોર્ડ સહિત તમામ સુવિધાઓ નું ઝીણવટ પૂર્વક નિરીક્ષણ કરી વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી

આ મોકડ્રીલ દરમિયાન મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર જનક માઢકે તિલકવાડા આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ વિવિધ સુવિધાઓનું ઝીણવટ પૂર્વક નિરીક્ષણ કર્યા બાદ હોસ્પિટલના ડોક્ટર સાથે બેઠક યોજિ હતી આ બેઠક દરમિયાન જરૂરી માર્ગદર્શન પૂરું પાડતા તેમણે જણાવ્યું કે હાલ જિલ્લામાં કોવિડ પરિસ્થિતિ નથી પરંતુ ભવિષ્યમાં સંભવત જો કોઈ પરિસ્થિતિ થાય તો તેવા સંજોગોમાં તેને પહોંચી વળવા આપણે સૌ સંપૂર્ણ તૈયારી રાખવી સતર્ક રહીએ અને કોવિડને લગતી કે કોરોના ગ્રસ્ત દર્દીની સારવાર માટે જરૂરી તમામ દવાઓ અને સામગ્રી અગાઉથી જ ઉપલબ્ધ રાખીએ તેમ જણાવી આરોગ્ય અધિકારી શ્રી એ રચનાત્મક સૂચનો પણ કર્યા હતા આ મોકડ્રિલ દરમિયાન તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ સુવિધાઓ અને તમામ પ્રકારના વોર્ડ નું નિરીક્ષણ કરી ભવિષ્યમાં કોરોના મહામારીની કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવાનું આત્મ વિશ્વાસ પણ મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી એ વ્યક્ત કર્યો હતો