ગાંધીનગર ખાતે અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવૉર્ડ 2022 કાર્યક્રમ યોજાયો

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

રાજ્યના સાંસ્કૃતિક વારસાના જતન માટે કડીબદ્ધ અને કટિબદ્ધ એવી ગાંધીનગરની એન.જી.ઓ. હિસ્ટોરીકલ એન્ડ કલ્ચરલ રિસર્ચ સેન્ટર સંસ્થા દ્વારા 

તા.25.12.2022ના રોજ સેક્ટર 15 ખાતે અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવૉર્ડ 2022 સમારોહ કાર્યક્રમનું આયોજન સામાજિક કાર્યકર અનારબેન પટેલના મુખ્ય મહેમાન પદે કરવામાં આવ્યું હતું.જેમાં હેરિટેઝ ટૂરિઝમના પૂંજાબાપુ વાળા,લેખક કિશોર મકવાણા,ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર 

ડૉ જયેન્દ્રસિંહ જાદવ અને પર્યાવરણવિદ મનીષ વૈદ્ય સાહેબના હસ્તે દીપ પ્રાગટય કરાયું હતું.

જેમાં ગુજરાતના સાંસ્કૃતિક વારસા અને કલાને ઉજાગર કરવા માટે કાર્ય કરનાર મુંબઈ-દિવ ઉપરાંત ગુજરાતના 25 જિલ્લાના કુલ 86 મહાનુભાવોને શિક્ષણ સાહિત્ય લેખન સંશોધન પ્રકાશન પ્રવાસન પર્યાવરણ ફોટોગ્રાફી લોક જાગૃતિ માટીકલા ચિત્રકલા સંગીતકલા હસ્તકલા નૃત્યકલા કઠપૂતળી કલા હાસ્યકલા ગાયન કલા બોટલ આર્ટ ક્રાફટ વર્ક સંસ્કૃતિ વારસો વેગેરે ક્ષેત્રમાં એવૉર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.જે પૈકી બનાસકાંઠાના નીતિન પટેલ,જિતેન્દ્ર ટાંક (કવિ જિમ),જયંતી જોશી અને વિષ્ણુ સુથારને અતુલ્ય વારસો એવોર્ડ વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.અતુલ્ય વારસોના ચીફ એડિટર કપિલ ઠાકરે વતનના વારસા સ્થળ માટે સતત કાર્ય કરવા આહવાન કર્યું હતું.સંપૂર્ણ કાર્યક્રમનું સફળ સંચાલન 

ડૉ શિવશંકર જોશીએ કર્યું હતું અને આભારવિધિ રોનક રાણાએ કરી હતી.

Tv 108 24x7 live news 

અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંઠા