બનાસકાંઠા જિલ્લા ના અમીરગઢ તાલુકાના ગંગાસાગર વિસ્તારમાં વનવિભાગની દબાણ કરાયેલ 10 હેક્ટર જેટલાં વિસ્તાર નિ જમીનમાં કોર્ટના હુકમ થી જે સી બી ફેરવિ જંગલના ભાગમાં વાવેતર કરવામાં આવ્યું
અમીરગઢ તાલુકાના ગંગાસાગર વિસ્તારમાં વનવિભાગની દબાણ કરાયેલ 10 હેક્ટર જેટલાં વિસ્તારમાં જમીનમાં કોર્ટના હુકમ થી જે સી બી ફેરવિ જંગલના ભાગમાં જે વાવેતર કરવામાં આવ્યું હતું તે દૂર બાઉન્ડરી ટેન્ચ કરી જંગલ હસ્તક કરવામાં આવ્યું છે
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ રેન્જ ની હદમાં આવેલ જેથી ગંગાસાગર ડેમ પાસે વનવિભાગની હદમાં આવેલ જમીન સર્વે નંબર 158 પર ખેતરો નીકળી મોટાપાયે ખેતી કરવામાં આવી રહી હોવાથી વનવિભાગ દ્વારા દબાણ હટાવવા કાર્યવાહી કરતા ફોરેસ્ટ ની હદમાં દીવાલ બનાવવાની કામગીરી હાથ ધરતાં દબાણ કરનાર ઇસમો એ દાંતા કોર્ટમાં અપીલ કરતા સ્ટે લાવ્યો હતો વનવિભાગ અને દબાણકર્તાઓ વચે બે વર્ષ સુધી કોર્ટમાં કેશ ચાલતા વનવિભાગે વનવિભાગ ની જગ્યા ના પુરાવાઓ રજૂ કરતા દાંતા કોર્ટ દ્વારા અંતે દબાણ દૂર કરવાનો હુકમ કરતાં દબાણ કરાયેલ 10 હેક્ટર જેટલાં વિસ્તાર બટાકા, એરંડા, રાયડો, અને ઘઉં ના પાક ઉપર વનવિભાગ દ્વારા જે સી બી ફેરવી પાકનો સોથ વળ્યો હતો
જોકે આ અંગે રેન્જ ફોરેસ્ટ ઓફિસBજે એમ વાઘેલા એ જણાવ્યું હતું કે આજ રોજ જેથી જંગલ સર્વે નંબર 158 કરવા આવેલ દબાણ દૂર કરવા કામગિરી હાથ ધરવામાં આવેલ જેમાં પાલનપુર અમીરગઢ ઈકબાલગઢ રેન્જ નો 25 જેટલો સ્ટાફ સાથે રાખી છેલ્લા ઘણા વર્ષોથી જંગલ ની જમીનમાં દબાણ કરી ખેતી કરતા ઈસમો ના ખેતરમના બાજુના જંગલની જમીન માંથી દબાણ દૂર કરવામાં આવ્યુ છે જેમાં બાઉન્ડરી ટેન્ચ કરી જંગલ ની ભાગમાં જે વાવેતર કરવામાં આવેલું હતું એ બધું દૂર કરીને જમીન જંગલ હસ્તક કરવામાં આવી અંદાજે 10 હેક્ટર જેટલાં વિસ્તાર માં દબાણ દૂર કરવાની કામગિરી કરવામાં આવી છે
અહેવાલ જગદીશ પ્રજાપતિ