આ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર હળવદ મોરબી હાઇવે ઉપર ચરાડવા અને આંદરણા ગામની વચ્ચે અલ્ટો કાર નંબર જીજે/૩૬/એલ ૩૫૦૫/ના ચાલકે જીજે/૦૩/સીકે ૯૧૬૭/નંબરના બાઇકને હડફેટે લેતા બાઇકમાં બેઠેલા મહેશભાઈ બાબિનભાઈ મુજારીયા ઉ.૫૦ને ગંભીર ઇજાઓ થતા મૃત્યુ થયું હતું. અને રાજુભાઇ શામજીભાઈ મકવાણાને બન્ને પગે ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે હળવદ પોલીસે અલ્ટો કારના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.