મહિલા સરપંચ ને માર મારવાના બનાવમાં તાત્કાલીક ગુન્હો દાખલ કરી, ગુન્હાના આરોપીને ગણતરીની કલાકોમા શોધી કાઢી, આરોપીને ઝડપી કાયદેસર કાર્યવાહી કરતી બાબરા પોલીસ ટીમ.

અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓએ અમરેલી જિલ્લામાં બનત્તા મારામારીના ગુન્હાઓના આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચના આપેલ હોય ,

  જે અન્વયે આવા પ્રકારના ગુન્હાઓ આચરી અને પોતાની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીને પકડવા સારૂ,જે.પી.ભંડારી નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ , અમરેલી નાઓએ

સઘળા પ્રયત્નો કરવા સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય ,

જે અન્વયે બાબરા પોલીસ સ્ટેશન પાર્ટ ગુ.ર.નં ૧૧૧૯૩૦૦૮૨૨૦૯૪૭/૨૦૨૨ IPC કલમ ૩૩૭,૩૨૩,૫૦૪,૫૦૬ ( ૨ ) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો તા .૨૪ / ૧૨ / ૨૦૨૨ ના રોજ રજી . થયેલ

થયેલ જેમા આ કામના ફરીયાદી આ કામના આરોપીના ઘરેથી નીકળેલ મો.સા. ચાલકને ઉભો રાખી આરોપીના ઘરેથી શું લઇ આવ્યા તે બાબતે પુછપરછ કરતા હોય અને મો , સા ચાલક પાસે દારૂ હોય તે બહાર કાઢવા કહેતા અને ફરી . આ બાબતે વિડિયો ઉતારવા પોતાનો મોબાઇલ બહાર કાઢતા આ કામના આરોપીને સારૂ નહીં લાગતા ઉશ્કેરાઇ જઇ ફરી ને જેમ ફાવે તેમ ગાળો આપી એક પથ્થરનો ટુકડો ફરી.ના કપાળના ભાગે મારી કરી.ને જાનથી મારી નાખવાની ધમકી આપી અધિક જીલ્લા મેજી. અમરેલીના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરેલ હોય જે અંગે ફરીયાદ નોંધી ગુન્હાના આરોપીને ગણતરીની કલાકોમાં બાબરા પોલીસ ટીમ દ્વારા ઉપરોક્ત ગુન્હા કામે ધોરણસર અટક કરી , આગળની કાર્યવાહી હાથ ધરેલ છે .

ગુન્હામાં પકડાયેલ આરોપીઓની વિગત :

 ( ૧ ) પ્રવીણભાઇ ઉર્ફે પપ્પુ નટુભઇ ચારોલીયા ઉં.વ .૨૫ ધંધો- મજુરી રહે.લુણકી તા.બાબરા જી.અમરેલી, ઉપરોકત કામગીરી બાબરા પો.સ્ટે.ના પીન્સ , આર.ડી.ચૌધરી તેમજ બાબરા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે .

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી