આજે ધાનેરા ખાતે મામા બાપજીના મંદિરે ધાનેરા શહેરના દરેક સમાજના સામાજિક રાજકીય આગેવાનો,વેપારી ભાઈઓ અને વિવિધ એશોશિયેશન દ્વારા ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈનો અભિવાદન સમારોહ યોજાયો.
આ પ્રસંગે સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં સૌએ જે આશીર્વાદ - શુભેચ્છાઓ આપી તે બદલ માવજીભાઈ દેસાઈએ સૌનો ઋણ સ્વીકાર કર્યો.