પાટણ ખાતે નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા યુવા મહોત્સવ યોજાશે

ચિત્રકલા, કવિતા, વક્તૃત્વ, ફોટોગ્રાફી સ્પર્ધા

ભારત સરકારના યુવા અને રમત ગમત મંત્રાલય હેઠળના નહેરૂ યુવા કેન્દ્ર - પાટણ દ્વારા "આઝાદીનો અમૃત મહોત્સવ" અંતર્ગત "મેગા જીલ્લા સ્તરીય યુવા મહોત્સવ" પાટણ શહેરની શ્રી અને શ્રીમતી પીચ. કે. કોટાવાલા આર્ટસ કોલેજના યજમાન પદે યોજાશે. જેમા ચિત્રકલા, કવિતા, વક્તૃત્વ, ફોટોગ્રાફી સ્પર્ધા, યુવા સંવાદ, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ સ્પર્ધાઓ મા ભાગ લેવા ૧૫ થી ૨૯ વયના ભાઈઓ બહેનો ભાગ લઈ શકશે અને સોમવાર તારીખ ૦૩/૧૦/૨૦૨૨ સુધીમા પાટણ દેવ દર્શન કોમ્પ્લેક્ષ ના બીજા માળે આવેલી ઓફિસ ખાતે રૂબરૂ જઈ ને બપોરે ૧૨ વાગ્યા સુધીમા નોંધણી કરાવી શકશે. નહેરૂ યુવા કેન્દ્ર- પાટણ જીલ્લા ના જીલ્લા યુવા અધિકારી ભુષણ પાટીલે જણાવ્યુ છે કે "મેગા જીલ્લા સ્તરીય યુવા મહોત્સવ" મા યોજાનાર સ્પર્ધા ચિત્રકલા, કવિતા, ફોટોગ્રાફી, સમુહ નૃત્યની સ્પર્ધામા પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ ક્રમાંક થી વિજયી જાહેર કરવામા આવશે અને તેઓ ને રૂ. ૧૦૦૦, ૭૫૦ અને ૫૦૦/- જેવી રોકડ રકમ ઈનામ તરિકે આપવામા આવશે તેમજ સાંસ્કૃતિક સમુહ સ્પર્ધા ના પ્રથમ ત્રણ વિજેતાઓને અનુક્રમે 

રૂ.૫૦૦૦/- , ૨૫૦૦/- અને ૧૨૫૦/- જેવી રોકડ રકમના પુરસ્કાર અને યુવા સંવાદમા શ્રેષ્ઠ સંવાદ કરનાર ૦૪ યુવાનોને દરેકને રૂ.૧૫૦૦ના રોકડ પુરસ્કાર તેમજ પ્રત્યેક સ્પર્ધકોને પ્રમાણપત્ર અપાશે. ભાગ લેનાર તમામ પ્રતિભાગીઓ પાટણ જીલ્લાના નિવાસી હોવાનો પુરાવો રજુ કરવો જરૂરી છે. સ્પર્ધાના દિવસે દરેક સ્પર્ધકોએ આધાર કાર્ડ તેમજ યોગ્ય રીતે ભરેલુ ફોર્મ સાથે લઈ આવવું ફરજીયાત છે. પ્રથમ ક્રમાંકના વિજેતાઓને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ભાગ લેવાની તક મળશે.