કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મીડીયા સમક્ષ જણાવ્યુ હતું કે ચીન, જાપાન, અમેરિકા, બ્રાઝિલ, અને યુરોપ સહીતના દેશોમાં કોરોના વકર્યો છે. જે ભારતમાં ના વકરે તે માટે સરકાર સતર્કતાથી પગલા લઇ રહી છે. વિજ્ઞાપનના માધ્યમથી પણ જનતાને સાવચેત કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું છે કે કોઇપણ કાર્ય કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને કરવું જોઈએ. અને દરેકે સતર્કતા રાખવી જોઈએ. ગભરાવાની જરૂર નથી. તેમણે ગુજરાતની જનતાને પણ બીક દૂર કરવાનું જણાવ્યું હતુ. ભારત માટે કોરોનાને લઇ સારા સમાચાર વિશ્વમાં વધી રહેલા કોરોનાના કહેર વચ્ચે ભારતમાં સક્રિય કેસ ઘટીને 3380 પર આવી ગયા છે. છેલ્લા 10 દિવસમાં દેશમાં કોરોનાના 2000 થી પણ ઓછા કેસ સામે આવ્યા છે. ભારતમાં કોવિડના કેસ જુલાઈ 2022 થી ઘટવા લાગ્યા છે. જૂન 2022 સુધીમાં દેશમાં 13.08 લાખથી વધુ એલોપેથિક, જયારે 5.64 લાખ આયુષ ડોકટરો છે. આમ ભારતમાં દર 834 વ્યક્તિએ એક ડોક્ટર છે,