નાઈ સમાજ બેતાલીસ વિભાગ ના પ્રમુખ તરીકે ગોરધનભાઈ નાવિયાની ની સર્વાનુમતે વરણી
રઘુભાઈ નાઈ દિયોદર.. દ્વારા..
હારીજ નાયી સમાજની વાડી ખાતે ગત રોજ ટ્રસ્ટીગણની મિટીંગ મળી હતી.જેમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ફરજ બજાવતા શ્રી ગોરધનભાઈ નાવીયાણીને તેમના બેતાલીસ વિભાગમાં પ્રમુખ તરીકેની સર્વાનુમત્તે વરણી કરવામાં આવી છે.આ બેઠક માં ટ્રસ્ટીગણ તરફથી ગોરધનભાઈ નું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કાંતિભાઈ સાંથલી,મુકેશભાઈ પાટણ, ભગવાનભાઈ ભિલોટ,ધનજીભાઈ પાનવા તથા હારીજના સ્થાનિક આગેવાન હાજર રહ્યા હતા.સૌ મિત્રોએ ગોરધનભાઈને અભિનંદન આપ્યા હતા.ગોરધનભાઈ વાત કરી એ તો આ હારીજ નાઈ સમાજ ની વાડી ના વિકાસ માં મહત્વ ભૂમિકા રહી છે. ગોરધનભાઈ એક ટર્મ પહેલા પણ બેતાલીસ વિભાગ ના પ્રમુખ રહી ચૂક્યા છે. અને પ્રમુખ ની સફળ કામગીરી કરી હતી.તેમજ ધણા સમુહલગ્નો એકલા હાથે કર્યા છે.તથા જ્ઞાતિના સમુહલગ્નમાં પણ તેમનો વિશેષ ફાળો હોય છે.ત્યારે ફરી એક વાર પ્રમુખ પદ મળ્યું છે. ત્યારે બેતાલીસ વિભાગ ના સમાજ ના લોકો પ્રમુખ પાસે સમાજ ના વિકાસ ની આશા રાખી રહ્યા છે..