કડી તાલુકાના કલ્યાણપુરા રોડ ઉપર અનેક વખત અકસ્માત સર્જાય છે. જેમાં અનેક લોકોના અકસ્માતના કારણે મોત થયા છે. ત્યારે કડી તાલુકાના ડરણ ચોકડી ઉપર રોડ ક્રોસ કરીને જતાં ઇસમને કડી તરફથી આવી રહેલી ગાડીએ ટક્કર મારતા તેમનું ઘટનાસ્થળે મોત નિર્જીવ હતું. જેની પોલીસે કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી હતી.

કડી તાલુકાના ડરણ ગામે રહેતા અને ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતા કિરીટભાઈ પટેલ જેવો પોતાનું બાઈક લઈને બોર ચાલુ કરવા ખેતરમાં જઈ રહ્યાં હતા. તે દરમિયાન ડરન ચોકડી પાસે એક દુકાન પાસે તેઓએ પોતાનું બાઈક પાર્ક કર્યું હતું અને પાર્ક કરીને રોડ ક્રોસ કરીને સામેની બાજુ જતાં કડી તરફથી આવી રહેલ ગાડીએ કિરીટભાઈને ટક્કર મારતાં તેઓ રોડ ઉપર પછડાયા હતા. જ્યાં ગાડી ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. જ્યાં અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા અને કિરીટભાઈના સગાઓને જાણ કરવામાં આવી હતી. પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બાવલું પોલીસને જાણ કરવામાં આવી હતી. જ્યાં કિરીટભાઈને કડીના કુંડાળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને પી.એમની તજવીજ કરવામાં આવી હતી. તેમજ કિરીટભાઈનું અકસ્માતમાં ઘટનાસ્થળે જ મોત નીપજતા તેમના કાકા નટવરભાઈ પટેલે ગાડી ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરાવતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને કાર્યવાહી કરી હતી.