ભાવનગર જિલ્લાના અવાણીયા ગામે ૧૦૮ ની ટીમે સગર્ભાનો કેસ મળતાં ભાવનગર ૧૦૮ ની ટીમના ઈએમટી દિનેશભાઈ દિહોરા અને પાયલોટ પ્રકાશભાઈ ગોહિલ તાત્કાલિક અવાણીયા ગામે પહોંચ્યાં હતાં. અવાણીયા ગામે સ્થળ પર તપાસ કરતા ઘર પર જ મહિલા ને પ્રસુતિની પીડા થવા લાગી હતી તેમજ બાળક અવળું થઈ ગયું હોય અને બાળકના ગળા ફરતે નાભી નાળ વીંટળાઈ ગઈ હતી આવી પરિસ્થિતિમાં ઈએમટી દિનેશભાઈ દેહોરા તેમજ પાયલોટ પ્રકાશભાઈ ગોહિલે સમય સૂચકતા પ્રમાણે ૧૦૮ ઈમરજન્સી ફિઝિશિયનનો સંપર્ક કરી તેની સલાહ મુજબ બાળકની જોખમી પ્રસૂતિ કરવાની ફરજ પડી હતી. જેમાં બાળકના ગળા ફરતે વિટળાયેલી નાભી નાળને ડોકટર ની સલાહ મુજબ ત્યા જ કટ કરી અને બાળકની જોખમી પ્રસૂતિ કરી હતી પરંતુ બાળકના શ્વાસો સ્વાસ અને ધબકારા ચાલતા ન હોવાથી ફિજિયન ની સલાહ મુજબ બાળકને તરત જ એમ્બ્યુલન્સમાં લઈ છાતી ઉપર દબાણની સાથે કૃત્રિમ શ્વાસ આપતા બાળકના ધબકારા ચાલુ થઈ ગયા હતા. આ રીતે સારવાર આપવાની સાથે જ બાળકમાં જાણે ચમત્કાર થયો હોય તેમ બાળક રડવા લાગ્યું હતું બાળકને રડતો જોઈ બાળકના પરિવારજનોમાં જીવમાં જીવ આવ્યો હતો, અને પરિવારજનો જણાવ્યું હતું કે ૧૦૮ જ અમારી ભગવાન છે. બાળકને આગળની સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આમ, ભાવનગરના અવાણીયા ગામે ઇએમટી દિનેશભાઈ દિહોરા, પાયલોટ પ્રકાશભાઈ ગોહિલ, ઇએમઇ પ્રભાત મોરી તથા પ્રોગ્રામ મેનેજર ફાયાજ ખાન પઠાણ ની સમય સૂચકતાથી નવજાતનો જીવ બચાવીને ૧૦૮ ની સેવા વધુ એક વાર અવાણીયા ગામના પરિવાર માટે સંજીવની સાબિત થઇ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અંબાજી મંદિર 8 નવેમ્બરનાં કારતકસુદ પુનમનાં દેવ દિવાળીના રોજ બંધ રહેશે
અંબાજી મંદિર 8 નવેમ્બરનાં કારતકસુદ પુનમનાં દેવ દિવાળીના રોજ બંધ રહેશે
દેવ દિવાળીના રોજ વર્ષનુ...
Delhi Flood: इससे पहले 1978 में Yamuna के पानी में डूब गई थी Delhi | Delhi Rain | Weather Update
Delhi Flood: इससे पहले 1978 में Yamuna के पानी में डूब गई थी Delhi | Delhi Rain | Weather Update
জোনাইৰ ডেকাপামত পুৱা ভয়ংকৰ পথ দুৰ্ঘটনা,
জোনাইৰ ডেকাপামত পুৱা ভয়ংকৰ পথ দুৰ্ঘটনা,
અંબાજી તરફ જતા માર્ગો માઁ અંબાના ભકતોના બોલમારી અંબે જય જય અંબે અંબાજી દુ૨ હે જાના જરૂર
અંબાજી તરફ જતા માર્ગો માઁ અંબાના ભકતોના બોલમારી અંબે જય જય અંબે અંબાજી દુ૨ હે જાના જરૂર