નચિકેતા સંસ્કારધામ થરા ખાતે રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી

      કાંકરેજ ના થરા ખાતે આવેલ નચિકેતા વિદ્યા સંકુલમાં વિદ્યાર્થીઓ કિસાન બની ખેતરમાં પાવડો કુહાડી અને તગારૂ લઈ ને ખેતીલક્ષી કામ કરીને બાળકોને ખેડૂત ને પડતી મુશ્કેલીઓથી માહિતગાર કર્યા હતા,ખેડૂત જગતનો તાત કહેવાય છે કેમ કે, એ તમામ ને અન્ન,શાકભાજી ફળફળાદી વગેરે પૂરું પાડે છે એમ શાળાના શિક્ષક શ્રી કુલદીપસિંહ ગોહિલ દ્વારા જણાવેલ.આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ, નિયામકશ્રી હસમુખભાઈ પટેલ, ન. સ ગુર્જર, રસિકભાઈ પંચાલ, પી એમ સુતરિયા, પુજાદીદી, સંજયભાઈ, સી પી સુથાર વગેરે કર્મયોગી દ્વારા વિદ્યાર્થીઓને ખેડૂત વિશે ખુબ ઊંડી માહિતી આપવામાં આવી હતી