પાટણ જિલ્લાના રાધનપુર ખાતે વેપારીઓને ગામ નાગરિકો સાથે મીટીંગો યોજાઈ.રાધનપુર ખાતે વ્યાજ વટાણનો ધંધા કરતા લોકો કોઈને હેરાન કરતા હોય કે વધુ વ્યાજ લેતા હોય તો પોલીસને જાણ કરવા ડીવાયએસપી દ્વારા અપીલ કરવામાં આવી સાથે સાથે વ્યાજ વટાવ નો ધંધો કરતા લોકોને નાણાં ધીરધાર કરનારાઓએ લાયસન્સ લેવું ફરજિયાત છે.
ગુજરાત નાણાં ની ધીરધાર કરનારા બાબત અધિનિયમ,૨૦૧૧ અનવ્યે નાણાં ધીરધાર કરનારાઓએ લાયસન્સ લેવું ફરજિયાત છે. નાણાં ધીરનાર એ લાયસન્સનું રજીસ્ટ્રેશન કરાવ્યા સિવાય નાણાં ધીરનાર નો ધંધો કરે છે તો તે ગુજરાતના નાણાંની ધીરનાંર કરનાર બાબત અધિનિયમ ૨૦૧૧ મુજબ ફોજદારી ગુનો બને છે. નાણાં ધીરનારનું લાયસન્સ વગર કોઈને નાણા ધીરી શકાતા નથી.સાથે સાથે નાણાં કોઈપણ પાસે મોટા વ્યાજ વસૂલ કરતા હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવે આ પ્રસંગે ડીવાયએસપી,પી.આઈ, પોલીસ સ્ટાફ અને રાધનપુર નગરજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર