દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણે ગેળા જઈ કર્યા દાદા ના દર્શન,, ગુજરાતમાં વિધાનસભાની તાજેતરમાં ચૂંટણી પૂર્ણ થઈ છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ની બેઠક ભાજપ ને ફાળે ગઈ છે. જેમાં ભાજપના ઉમેદવાર કેશાજી ચૌહાણની ભવ્ય જીત થઈ હતી. ત્યારે કેશાજી ના સમર્થકો અને શુભેચ્છકો દ્વારા કેશાજીનું સન્માન કરવામાં આવી રહ્યું છે ત્યારે કેશાજી ચૌહાણ એ હનુમાનજીના પરમ ભક્ત છે ત્યારે શનિવાર ના રોજ મોજરું ગામ થી ગેળા સુધીની પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.ગેળા હનુમાનજી મંદિરે જઈ દાદા ના આર્શીવાદ લીધા હતા. જોકે મોજરુ થી ગેળા જતી વખતે અનેક ગામોમાં કેસાજીનું સન્માન કરવામાં આવ્યું હતું...