જસદણ સરકારી હોસ્પિટલમાં આરોગ્ય વહીવટી તંત્રની બેઠક મળી,ઓક્સિજન પ્લાન્ટ,બેડની સક્ષમતાની ચકાસણી કરાય કોરોનાના ઓમિક્રોન પછીના નવા અને વધુ પાવરફૂલ વેરિઅન્ટ બીએફ 7 સાથે ત્રાટકવાની અને કેસ વધવાની ભીતિ સેવાઇ રહી છે ત્યારે જસદણમાં પણ આ બધી બાબતે આરોગ્ય તંત્ર અને રોગી કલ્યાણ સમિતિ તેમજ વહીવટી તંત્રની સંકલન બેઠક મળી હતી અને ઉપલબ્ધ સાધનોની સમીક્ષા કરાઇ હતી.
જસદણ સરકારી હોસ્પિટલમાં ખાતે રોગી કલ્યાણ સમિતિ અને તાલુકા હેલ્થ વિભાગ અને વહીવટી તંત્રની સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જો કોરોના મહામારી આફત આવી પડે તો આરટીપીસીઆર લેબ, ઓક્સિજન પ્લાન્ટ, સિવિલ હોસ્પિટલમાં બેડ વગેરેની શી તૈયારી છે અને વધારાની કોઇ જરૂરિયાત હોય તો તેનું શું આયોજન છે તે અંગે સમીક્ષા કરવામાં આવી હતી અને એવો નિષ્કર્ષ આવ્યો હતો કે ઓક્સિન પ્લાન્ટ તૈયાર છે, જરૂર પડશે તો વધારાના બેડ પણ ઉભા કરી દેવાશે તેમજ ટેસ્ટિંગ વધારવાની તૈયારી કરી રાખી છે. આ મીટીંગમાં પ્રાંત અધિકારી, મામલતદાર હેલ્થ ઓફિસર, આરોગ્ય વિભાગ સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા