ડીસામાં આજે ફરી ફૂડ વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા અને દુકાનમાંથી શંકાસ્પદ તેલના સેમ્પલ લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ડીસા તાલુકાના માલગઢ ગામે રહેતા સુખદેવભાઇ માળીએ 15 દિવસ અગાઉ રીસાલા બજારમાં આવેલ કનૈયા ટ્રેડિંગ નામની દુકાનમાંથી તેલનો ડબો ખરીદ્યો હતો. તેઓ તેલનો ડબો લઈ ઘરે પહોંચ્યા બાદ હોય ઉપયોગ કરતા તેલ ભેળસેળવાળુ હોય તેવું જણાયું હતું. જેથી તેમણે ગાંધીનગરમાં ફરિયાદ કરી હતી. જેને પગલે આજે ફૂડ વિભાગની ટીમે ડીસામાં તપાસ હાથ ધરી હતી.
ઇન્સ્પેક્ટર પ્રિયંકા ચૌધરી અને તેમની ટીમ આજે ગાંધીચોક વિસ્તારમાં આવેલ કનૈયા ટ્રેડિંગ નામની દુકાનમાં પહોંચ્યા હતા. જ્યાં શંકાસ્પદ તેલના સેમ્પલ લઇ પરીક્ષણ અર્થે મોકલવાની તજવીજ હાથ થઇ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ડીસા પંથકમાં છેલ્લા ઘણા સમયથી અખાર્ધ ચીજ વસ્તુઓનુ મોટાપાયે વેચાણ થઈ રહ્યું છે ફૂડ વિભાગ પણ અવારનવાર દરોડા પાડી આવા તત્વો સામે કાર્યવાહી કરે છે. તેમ છતાં પણ કેટલાંક લોકો વધુ લોકો કમાવવાની લહાયમાં હજુ પણ અખાર્ધ ચીજવસ્તુઓનું ખુલ્લેઆમ વેચાણ કરે છે. ત્યારે આવા તત્વો સામે કડક કાર્યવાહી થાય તેવી લોકોની માંગ છે.