રાજ્યની ભુપેન્દ્રભાઈ પટેલ સરકારની શપથવિધિ થયા બાદ અનેક નવા મંત્રીઓએ પોતાનો પદ ભાર સંભાળ્યો છે ત્યારે ભુપેન્દ્રભાઈ પટેલ સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લેનાર સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે આજે એક નવી પહેલ કરી છે. બળવંતસિંહ રાજપૂતે પોતાને મળતા તમામ પ્રકારના ભથ્થાઓ સરકારને સુપ્રત કરવાનો નિર્ણય કર્યો છે.બળવંતસિંહ એ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રૂબરૂ મળી પત્ર આપી જણાવ્યું છે કે ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં અમોને કેબીનેટ કક્ષાના મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવેલ છે. સરકાર દ્વારા મંત્રીઓને નિયમાનુસાર મળવાપાત્ર પગાર-ભથ્થાની ચુકવણી કરવામાં આવે છે. હું મંત્રી તરીકે મળવાપાત્ર પગાર અને અન્ય પગાર આધારિત ભથ્થા સ્વીકારવા માંગતો નથી, જે જાણમાં લઇ જરૂરી કાર્યવાહી સારુ વિનંતી છે...