ગાંધીધામ એ ડિવિઝન પોલીસની શ્રેષ્ઠ કામગીરી
નેત્રમની મદદથી વાહનો ચોરી કરતી ત્રિપુટી ઝડપાઈ
નેત્રમ સીસીટીવી કેમેરાના કારણે નાગરિકોની સુરક્ષા અને સલામતી વધી છે. લૂંટ, ચોરી, હત્યા જેવા ગુનાના ભેદ ઉકેલવામાં કેમેરા ખૂબ મહત્વના સાબિત થઈ રહ્યા છે. ત્યારે ફરી એકવાર નેત્રમની મદદથી પોલીસે વાહનો ચોરી કરતી ત્રિપુટીને પકડી પાડ્યો હતો. આ અંગે પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. પટેલ ગાંધીધામ એ-ડીવીઝનનાઓએ નેત્રમ પૂર્વ કચ્છ ગાંધીધામનાં સીસીટીવી ફુટેજ આધારે તેમજ હ્યુમન સોર્સની મદદથી મળેલ બાતમી આધારે ગળપાદર ખાતેથી આરોપી રવીશંકર રામબીનય ભગત, દર્શન ઉર્ફે જખુ રમેશભાઈ આહિર તથા વીજય ચંદુભાઈ ગોહિલને કિ.રૂા.૫.૨૬ લાખના ચોરાઉ નવ વાહનો સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. આ કામગીરીમાં પીઆઈ એ.બી.પટેલ તથા ગાંધીધામ એ-ડીવીઝન પોલીસ સ્ટાફ જોડાયો હતો.
*રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ*