આણંદ જિલ્લામાં હંમેશા લોકપ્રશ્નોને વાંચા આપતા અને સમગ્ર જિલ્લા માટે જાગૃત લોકપ્રહરી ગણાતા મહિસાગરનો લાલ જાબાજ પત્રકાર બળવંતસિંહ લાલજીભાઈ વાઘેલાનું ગતરોજ બુધવારે મોડી રાત્રે અવસાન થયું હતું.બળવંતસિંહ વાઘેલાનું નિધન થયા હોવાની માહિતી પ્રસરતા જ સમગ્ર જિલ્લાના પત્રકારત્વ જગતમાં તેમજ પરિવારજનો, સગા સબંધીઓમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી.
બળવંતસિંહ વાઘેલા છેલ્લા એક દાયકાથી પત્રકારત્વની કારકિર્દી સાથે જોડાયેલા હતા.પોતાની કારકિર્દી દરમિયાન તેઓએ સતત જાગૃત લોકપ્રહરી તરીકે નામના પ્રાપ્ત કરી હતી.પત્રકારત્વ દરમિયાન અનેકવાર જોખમી પરિસ્થિતિમાં પણ નિઃસ્વાર્થ અને નીડરતાથી પોતાની ફરજ નિભાવી હતી.આજ રોજ જાબાજ પત્રકાર બળવંતસિંહ.વાઘેલાની સ્મશાન યાત્રા દરમિયાન સમગ્ર આણંદ જિલ્લાના પત્રકારો, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પ્રતિનિધિઓ સહિત પરિવારજનો, સગાસંબંધીઓ જોડાયા હતા.મહીસાગરનો લાલ બળવંતસિંહ મહીસાગરના કાંઠેથી અનંતની યાત્રાએ સંસારને અલવિદા કહી નીકળી ગયા છે.સૌ કોઈ સદગતની આત્માને શાંતિ અર્પે અને પરિવારને શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
(સલમાન પઠાણ-ખંભાત)