તળાજા પોલીસ ટીમ મહેરબાન ભાવનગર રેન્જ નાં આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો,રવિન્દ્ર પટેલ સાહેબે મિલ્કત સંબધી અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા ની સુચના આપેલ હોય જે અનવ્યે મહુવા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે એચ સરવૈયા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એ આર વાળા સાહેબે તળાજા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફ ના માણસોને મિલ્કત સંબધી અનડીટેકટ ગુન્હા શોધી કાઢવાની સખતમા સખત સુચના આપેલ.
કેપીકોમ ઇન્ફ્રા પ્રા. લીમીટેડ કંપનીએ સખવદર અને સરતાનપર ના વિસ્તારમાં આવેલ પવન ચક્કીઓનુ ફાઉન્ડેશનનું કામ શરૂ હોય જ્યાં કેપી એનર્જી લીમીટેડ, સુરત કંપની તરફથી પવન ચક્કીનાં ફાઉન્ડેશન માટેનો રાખેલ સામાન ગત તા.૧૫/૧૨/૨૦૨૨ ના કલાક-૨૦/૦૦ થી તા.૧૬/૧૨/૨૦૨૨ ના ક-૧૦/૦૦ દરમ્યાન કોઇ અજાણ્યા ચોર ઇસમો એ (૧) પવન ચક્કી માટેનાં અગીયાર ફુટ લંબાઇ વાળા એન્કર બોલ્ટ નંગ-૧૦ આશરે કિ.રૂ.૧,૦૦,૦૦૦/- (૨) પવન ચક્કી માટેના એન્કર નટ નંગ-૧૭૬ આશરે કિ.રૂ. ૧,૭૬,૦૦૦/- (૩) પવન ચક્કી માટેના સ્ટેગ બોલ્ટ નંગ-૧૦ આશરે કિ.રૂ.૬૦૦૦/- (૪) પવન ચક્કી માટેના વાસાર નંગ-૮૮ નંગ આશરે કિ.રૂ.૮૮,૦૦૦/- (૫) પવન ચક્કી માટેના લેવલ સ્ક્રુ નંગ-૧૮ આશરે કિ.રૂ.૧૮,૦૦૦/-(૬) પવન ચક્કી માટેના જોઇન્ટ બોલ્ટ નંગ-૧૬ આશરે કિ.રૂ.૩૦૦૦/- (૭) પવન ચક્કી માટેના ડીસએન્ગલ નંગ-૮ આશરે કિ.રૂ.૧૬૦૦૦/-(૮) પવન ચક્કી માટેના આશરે બાર ફુટ લંબાઇનાં ૩૨ એમ.એમ. સળીયા નંગ-૯ આશરે કિ.રૂ.૩૨,૦૦૦/- (૯) પવન ચક્કી માટેના આશરે અઢી ફુટ લંબાઇનાં ૨૫ એમ એમ સળીયા નંગ-૧૮ આશરે કિ.રૂ.૯૦૦૦/- (૧૦) પવન ચક્કી માટેના આશરે આઠ ફુટ લંબાઇના ૩૨ એમ એમ સળીયા નંગ- ૩૭ આશરે કિ.રૂ.૩૭,૦૦૦/-(૧૧) પવન ચક્કી માટેના હેઝ્ઝા બોલ્ટ અલગ અલગ સાઇઝના કુલ નંગ-૪૦ આશરે કિ.રૂ.૨૪૦૦૦/- મળી તમામ સામાનની કુલ કિ.રૂ.૫,૦૯,૦૦૦/- ની ચોરી કરી કોઇ અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધ ફરીયાદ ફરીયાદી સુર્યજીતસિંહ સંજયસિંહ સરવૈયા ઉ.વ.૨૩ ધંધો- કેપીકોમ ઇન્ફ્રા પ્રા. લીમીટેડ કંપની ડાયરેક્ટર રહે ડી-૨૨૨, કાળીયાબીડ ભાવનગર મો.નં.૯૯૭૮૮૨૯૨૯૩, ૯૮૨૪૧૨૯૨૯૩ વાળાએ તળાજા પો.સ્ટે, એ પાર્ટ ગુ.ર.નં ૧૧૧૯૮૦૫૩૨૨૦૬૮૮/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો.
ઉપરોકત અનડીટેકટ ગુન્હો શોધી કાઢવા માટે તળાજા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. એ.આર.વાળા સાહેબે તળાજા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને જરૂરી સુચન અને માર્ગદર્શન આપેલ હતુ જે અનવ્યે તળાજા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોએ ગુન્હો આચરી નાસી ગયેલ આરોપીઓને હ્યુમન ઇન્ટેલીજન્ટની મદદથી અલગ-અલગ શકદારોને વેરીફાઇ કરતા તે દરમીયાન સર્વેલન્સ ટીમના આહે.કો. ડી.જે.માયડા તથા પો.કો. પોપટભાઇ ગણેશભાઇ શિયાળ નાઓએ ગ્રાઉન્ડ લેવલે મહેનત કરી ચોકકસ બાતમી રાહે હકીકત મળેલ હતી કે આ કામના આરોપીઓ (૧) ઇમરાન હારૂનભાઇ લખવાણી રહે-તળાજા મેમણ કોલોની (૨) જુબેદ ઉર્ફે બિહારી મજહરભાઇ શેખ રહે-તળાજા મજુર સોસા., તથા (૩) બીપીનભાઇ બટુકભાઇ મકવાણા રહે-સરતાનપર વાળા આ ત્રણેય આરોપીઓ સદરહુ ચોરીમા સંડોવાયેલા હોય જેથી ત્રણેય આરોપીને ઉપરોકત ચોરીમા ગયેલ મુદામાલ સાથે આજરોજ પકડી ત્રણેય આરોપીઓને હસ્તગત કરેલ છે,