દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી ડો. હર્ષિત ગોસાવી દ્વાર દાહોદ જિલ્લામાં ગણેશ મહોત્સવ નિમિત્તે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જાહેરનામા માં જણાવ્યા મુજબ જિલ્લા કલેક્ટર દ્વારા ૧૬ હુકમો કરવામાં આવ્યા હતા.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
૧-ગણેશજીની પ્રતિમાં બેઠક સહિત ૯(નવ) ફૂટ થી વધુ ઉંચાઈની બનાવી નહિ, વેચાણ કરવી નહીં, સ્થાપના કરવી નહીં, જાહેર માર્ગ ઉપર તેનું પરિવહન કરવું નહીં.
૨-આયોજકો એ વિસર્જન માટેની શોભાયાત્રા સમયે કોઈ પણ પ્રતિમાની બેઠક અને પરિવહન કરનાર વાહન સહિત ની ઉંચાઈ ૧૦(દસ) ફૂટ થી વધુ રાખવી નહિ
૩-પ્લાસ્ટર ઓફ પેરિસ (POP), ભટ્ટીમાં સુકવેલી ચીકણી માટી તથા ફાઇબર ની પ્રતિમાઓ અને પ્લાસ્ટિક તથા થર્મોકોલ પદાર્થો થી બનાવેલ પ્રતિમાઓ નદી, તળાવ, જળાશય અન્ય કુદરતી જળસ્ત્રોતો માં કે તેના કિનારે વિસર્જિત કરવા નહિ. આ પ્રતિમાંઓ કુત્રિમ તળાવ બનાવ્યા સિવાય વિસર્જિત કરવા નહિ. (મોટા કદની પ્રતીમાઓ/તાજીયા માટે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓએ કુત્રિમ તળાવ ની વ્યવસ્થા કરવાની રહેશે)
૪-પ્રતીમાઓ ની બનાવટમાં બિનઝેરી કુદરતી રંગો અને પદાર્થોનો ઉપયોગ કરવાનો રહેશે. ઝેરી ઉતરતીકક્ષાના કેમિકલયુક્ત રંગો કે પદાર્થો નો ઉપયોગ કરી શકાશે નહીં.
૫-મૂર્તિ કારો જે જગ્યાએ પ્રાતિમાંઓ બનાવે એ જગ્યા તથા વેચાણની જગ્યા અને તેની આસ પાસ ગંદકી કરવી નહીં. વધેલી અને ખંડિત પ્રતિમાઓ બિનવારસી હાલતમાં છોડવી નહિ. આ બાબતે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓએ તકેદારીના રાખવી.
૬-દાહોદ જિલ્લા ની બહાર થી પ્રતિમાઓ લાવી વેચાણ કરનાર તથા સ્થાપના કરનાર વેપારીઓ અને આયોજકોને પણ ઉપરોક્ત તમામ શરતો લાગુ પડશે.
૭-ગણેશ મહોત્સવ દરમિયાન ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના આયોજકો, સંસ્થાઓ, મન્ડળો થતા અન્ય તમામ નાગરિકોએ પર્યાવરણને નુકશાન ન કરે તેવી (eco-friendly) પ્રતિમાંઓની સ્થાપના કરવાની રહેશે.
૮-અન્ય ધર્મોની લાગણી દુભાઈ એવા કોઈ નિશાની વાળી કે ચિહ્નવાળી મૂર્તિઓ બનાવા, ખરીદવા, તથા વેચાણ કરી શકાશે નહીં. તથા શોભાયાત્રા દરમિયાન પણ અન્ય લોકોની લાગણી દુભાઈ એવા સૂત્રો, ગીતો વગાડી કે પોકારી શકાશે નહીં. તેમજ આ પ્રકારના બેનર પોસ્ટર લગાવી શકાશે નહીં.
૯-શોભાયાત્રા નક્કી કરેલ રૂટ ઉપર થી જ પસાર કરવાની રહેશે. અને તેની પૂર્વ મંજૂરી શ્રી સક્ષમ અધિકારી પાસે થી મેળવા ની રહેશે.
૧૦-સુપ્રિમકોર્ટની ગાઈડલાઈન પ્રમાણે રાત્રીના ૧૦:૦૦ વાગ્યા પછી લાઉડસ્પીકર ઉપર પ્રતિબંધ રહેશે.
૧૧-નિયત કરેલ સ્થળો ખાતે જ પ્રતિમાંઓનું વિસર્જન કરવાનું રહેશે.
૧૨-કોઈ મૂર્તિકાર કે વિક્રેતાઓ પ્રતિમાઓ ની બનાવટમાં pop કે ભટ્ટીમાં સુકવેલી ચીકણી માટી, ઝેરી તથા ઉતરતી કક્ષાના સીયેન્ટિક કે રસાયણયુક્ત રંગો, કે ડાયનો ઉપયોગ કરીને પ્રતિમાઓ બનાવતા કે વેચાણ કરતા ધ્યાનમાં આવશે તો તે સમયે કે વેચાણ સમયે જપ્ત કરવામાં આવશે.
૧૩-શહેરી વિસ્તારમાં નગરપાલિકા દ્વારા બનાવેલ કુત્રિમ કુંડ સિવાયના અન્ય સ્થળોએ વિસર્જન કરી શકાશે નહીં. તેમજ તમામ માટી, તથા પી.ઓ.પી. નું વિસર્જન નગરપાલિકા દ્વારા બનાવેલ કુત્રિમ કુંડમાં કરવાનું રહેશે.
૧૪-શોભાયાત્રા દરમિયાન કોઈપણ પ્રકારના નશાયુક્ત પદાર્થનું સેવન કરવાનું રહેશે નહીં.
૧૫- સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ કોવિડ-૧૯ વખતે વખતની સુચનાઓનું અચૂક પાલન કરવાનું રહેશે.
૧૬-ગણેશ મહોત્સવ અનુસંધાને સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવતા વખતો વખતની તમામ સુચનાઓનું પણ અચૂક પાલન કરવાનું રહેશે.
આ આદેશ હુકમ તારીખ થી ૧૦/૦૯/૨૦૨૨ ના ૨૪:૦૦ કલ્લાક સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે અનાદર કરનાર ભારતીય ફોઝદારી અધિનિયમ, ૧૮૬૦ ની કલમ-૧૮૮ હેઠળ બિનજામીન પાત્ર ગુન્હા માટે શિક્ષા ને પાત્ર થશે.