ખંભાતના 20 ગામની વાડી ખાતે અનુસૂચિત જાતિ સમાજનું મહા સંમેલન યોજાયું હતું. જેમાં ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલનુ પાઘ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતુ.આ સંમેલનમાં મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિ સમાજના લોકો હાજર રહ્યાં હતા.
મોટી સંખ્યામાં અનુ.જાતિ સમાજના લોકો હાજર રહ્યાં મહત્ત્વનું છે કે, ખંભાત તાલુકાના 50 હજારની વસ્તી ધરાવતા અનુસુચિત જાતિ સમાજના લોકો દ્વારા આજરોજ ખંભાતની 20 ગામની વાડી ખાતે મહા સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં ખંભાતના નવનિયુક્ત ધારાસભ્ય ચિરાગ પટેલ ઉપસ્થિત રહેતા તેઓનું પાઘ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખંભાતના ગોલાણા જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય રમેશ ચૌહાણ, ખંભાત તાલુકા દૈનિક ન્યૂઝ પેપરના પ્રમુખ મનીષ સરકાર, તાલુકા પંચાયતના સભ્ય અનિલ પરમાર, કોંગ્રેસના આણંદ જિલ્લાના એસટી પ્રમુખ ઈશ્વર પરમાર, ચિરાગ મકવાણા, બાર એસોસિએશનના પ્રમુખ ભરત પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. આ સંમેલનમાં મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિ સમાજના લોકો હાજર રહ્યાં હતા.