જૂનાગઢના ગિરનાર દર્શન યાત્રિક ભવન ખાતે ગઈ કાલે 99 યાત્રાના આરાધકોનો તીર્થ માળા પ્રસંગ ઉજવાયો હતો જેમાં જૈનાચાર્યએ આરાધકોને 40 દિવસ દરમિયાન મળેલા સંસ્કારો નો વારસો સાચવી રાખવા શીખ આપી હતી અને વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જીવનમાં ખુશામતખોરી કરનારા અનેક છે પરંતુ સાચું કહેનારા કલ્યાણક મિત્રોનો દુષ્કાળ છે ગિરનારની ગોદમાં આવેલા ગિરનાર દર્શન યાત્રિક ભવન ખાતે જૈનાચાર્ય હેમ વલ્લભ સુરિજી જયધર્મસુરીજી પદ્મદર્શન વિજયજી સાધ્વીવર્ય હંસકીર્તિજી ની નિશ્રામાં ગઈ કાલે 99 યાત્રાના આરાધકોનો તીર્થ માળા પ્રસંગ ઉજવાયો હતો જેમાં વિદાયોત્સવ અશ્રુની ધોધમાર ધારા સાથે યોજાયો હતો પદ્મા દર્શન વિજયજીહિત શિક્ષા પ્રદાન કરતા જણાવ્યું હતું કે જીવનમાં ગમે તે ઘટના બને એનો પ્રેમથી સ્વીકાર કરજો આ દુનિયામાં ખુશામત કરવા વાળા અનેક છે પરંતુ સાચી વાત કહેનારા કલ્યાણ મિત્રોનો દુષ્કાળ છે યંત્રવાદના આક્રમણ સામે યુવા પેઢીને બચાવી મુશ્કેલ છે તમારી પાસે પોતાનો આત્મવિશ્વાસ હોવો જરૂરી છે ભૌતિકવાદની હરણફાળ વચ્ચે ક્યાંક કુંડાળામાં પગ ન પડી જાય એ માટે ક્રાંતિવીરો જેવી જવામદી કેળવવી પડશે