દાહોદના સાંસદ હાલ દિલ્હીમાં ચાલી રહેલ સંસદ સત્રમાં પોતાની હાજરી આપી રહ્યાં છે ત્યારે સાંસદ દ્વારા દિલ્હીના રેલ્વે રાજ્ય મંત્રીની મુલાકાત કરી દાહોદ રેલ્વે સંબંધિ સમસ્યાઓ વિશે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને છેલ્લા ઘણા સમયથી અને ખાસ કરીને કોરોનાકાળથી બંધ પડેલ ઘણી ટ્રેનોને પુનઃ શરૂં કરવા લેખિત રજુઆત કરવામાં આવી છે. સાંસદ દ્વારા સંસદ સત્રની બાદ દાહોદ જિલ્લાના વિકાસ સંબંધી વિવિધ કાર્યાે સંદર્ભે અનેક મંત્રીઓને મળી રહ્યાં છે. ભુતકાળમાં પણ દાહોદના સાંસદ દ્વારા દાહોદની સમસ્યાઓ માટે રેલ્વે રાજ્ય મંત્રી સહિત અનેક મંત્રીઓને મળી રજુઆતો કરવામાં આવી છે ત્યારે રેલ્વે રાજ્ય મંત્રીને આપેલ લેખિત રજુઆત સાંસદ દ્વારા જ્યારે દાહોદમાં થોડા દિવસો પહેલાં પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર આવ્યાં હતાં તેઓને પણ દાહોદ જિલ્લા ભાજપા પુર્વ પ્રમુખ સુધીરભાઈ લાલપુરવાલા મારફતે આ લેખિત રજુઆત રજુ કરી હતી.