હાલોલ ખાતે આવેલ સર્વોદય હોસ્પિટાલિટી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અવેરનેશ ઇન્વાઇટ ગ્રુપ અને મહિલા વિકાસ મંડળના સહયોગથી હાલોલ નગર ખાતે વસતા સમસ્ત મુસ્લિમ સમાજના ધોરણ 10 અને 12 ના તેજસ્વી તારલાઓ સહિત સમાજમાંથી આગળ આવી શ્રેષ્ઠ ભણતર થકી તાજેતરમાં તબિબ તેમજ વકીલ બનેલા યુવક યુવતીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વર્ષ 2023 માં ધોરણ 10 અને 12 માં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર તેમજ પાસ થનાર તમામ વિદ્યાર્થીઓ સહિત સમાજના તાજેતરના તબીબ અને વકીલ બનેલ તેજસ્વી યુવક યુવતીઓને મેડલ,ટ્રોફી અને સન્માન પત્ર આપી સન્માનિત કરવા માટે આજરોજ હાલોલ શહેરના મુહમ્મદી સ્ટ્રીટમાં આવેલા હૈદરી ચોક ખાતે અમદાવાદના જમાલપુર-ખાડિયા વિસ્તારના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, દરિયાપુરના પૂર્વ ધારાસભ્ય ગયાસુદ્દીનભાઈ શેખ તેમજ ભારતના કોંગ્રેસના વરિષ્ઠ નેતા મર્હુમ અહેમદ પટેલ સાહેબની સુપુત્રી મુમતાઝબેન પટેલ સિદ્દીકી સહિત કોંગ્રેસના અગ્રણીજનોએ ખાસ હાજરી આપી હતી જ્યારે હાલોલ શહેરના મુસ્લિમ સમાજના અગ્રણી અને સર્વોદય હોસ્પિટાલિટી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ સલીમભાઈ પાનવાલા સરજોન સહિતના ટ્રસ્ટના અન્ય હોદ્દેદારો અવેરનેસ ઇન્વાઇટ ગ્રુપના સદસ્યો મહિલા વિકાસ મંડળની બહેનો સહિત સમસ્ત હાલોલ મુસ્લિમ સમાજના અગ્રણીઓ સહિત વિશાળ સંખ્યામાં મુસ્લિમ મહિલા પુરુષો આ ખાસ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા જેમાં તેજસ્વી તારલાઓને સન્માનિત કર્યા બાદ ઇમરાન ખેડાવાલા,ગયાસુદીન શેખ અને મુમતાઝ પટેલ સહિત સલીમ પાનવાલા સરજોને તમામ મુસ્લિમ સમાજના બાળકોને પ્રોત્સાહિત કરવા પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન કરી સૌ બાળકો સહિત વાલીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને હાલોલ મુસ્લિમ સમાજના તમામ બાળકોને ખાસ કરીને બાળકીઓને શ્રેષ્ઠ ભણતર આપી વધુમાં વધુ ભણાવવા માટેનું આહવાન કરતી અપીલ કરી હતી.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं