દાહોદ તાલુકામાં આવેલ પંચાયત બહાર જમાઈ તથા તેમના પરિવારના સભ્યોએ કાકા સસરા સાથે નજીવી બાબતે ઝઘડો તકરાર કરી ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.

રિપોર્ટ -રાજ કાપડિયા__ દાહોદ

9879106469

દાહોદ તાલુકાના દશલા ગામે મકવાણા ફળિયામાં રહેતાં કનુભાઈની દિકરી હેતલબેનના લગ્ન સમાજાન રિતી રિવીજ મુજબ ૨૦૧૯ની સાલમાં ગરબાડા તાલુકાના જેસાવાડા મુકામે રહેતાં નીરવ મનસુખ પરમાર સાથે થયાં હતાં. લગ્ન બાદ બંન્ને પતિ પત્નિ વચ્ચે આંતરિક વિવાદ થતાં હતાં. ૨૦૨૧માં નીરવે તેમની પત્નિ હેતલબેનને તેના પિયરમાં મુકી આવ્યો હતો. આ સમગ્ર મામલે સમાજ રાહે નીકાલ થવાનો હતો પરંતુ નિકાલ ન થતાં અને આ મામલે બંન્ને પતિ પત્નિ વચ્ચે છુટાછેડા કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને કેસ પણ કોર્ટમાં કર્યાે હતો ત્યારે ગત તા.૧૭મી ડિસેમ્બરના રોજ દાહોદ તાલુકા પંચાયતની બહાર મોહનભાઈ પુંજાભાઈ મકવાણા પોતાની મોટરસાઈકલ લઈ આવ્યાં હતાં ત્યારે એક ફોર વ્હીલર ગાડીમાં સવાર થઈ આવેલા નીરવભાઈ મનસુખ પરમાર, ગૌરાંગ બાબુભાઈ પરમાર અને બાબુભાઈ કેવળભાઈ પરમારનાઓએ મોહનભાઈને બેફામ ગાળો બોલી નીરવભાઈ કહેવા લાગેલ કે, મારી પત્નીનો આ માણસ નિકાલ નથી કરવા દેતો, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ ઉપરોક્ત ત્રણેય જણાએ મોહનભાઈને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે ઈજાગ્રસ્ત મોહનભાઈ પુંજાભાઈ મકવાણાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.